Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:33 - પવિત્ર બાઇબલ C.L.

33 મંડપના આચ્છાદનમાં બેસાડેલી કડીઓની હાર નીચે પડદો લટકાવવો. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ સંચિત કરારપેટી આ પડદાની પાછળ મૂકવી. આ પડદો પરમ પવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તું ચાપડા નીચે પડદો લટકાવ, ને કરારકોશને ત્યાં એટલે પડદાની અંદરની બાજુએ લાવ; અને પડદો તમારે માટે પવિત્રસ્થાનથી પરમપવિત્રસ્થાણે જુદું કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદો પાડશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:33
16 Iomraidhean Croise  

મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો.


યજ્ઞકારો મંદિરમાંથી બહાર આવ્યા કે મંદિર એકાએક મેઘથી ભરાઈ ગયું.


પછી યજ્ઞકારોએ કરારપેટી ઉપાડીને મંદિરમાં પરમ પવિત્રસ્થાનમાં કરુબોની વચમાં તેમની પાંખો નીચે મૂકી.


અંદરનો ખંડ એટલે પરમ પવિત્રસ્થાનની લંબાઈ નવ મીટર અને તેની પહોળાઈ મંદિરની પહોળાઈ જેટલી જ એટલે નવ મીટર હતી. પરમ પવિત્ર સ્થાનની દીવાલો મઢવા વીસ મેટ્રિક ટન કરતાં વધુ સોનું વપરાયું હતું.


પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી.


તે પડદાને બાવળનાં લાકડાનાં ચાર થાંભલા પર લટકાવવો. એ થાંભલા સોનાથી મઢી લેવા. તેમની કડીઓ પણ સોનાની બનાવવી. આ થાંભલા ચાંદીની કૂંભીઓમાં બેસાડવા.


અને તાંબાની વીસ કૂંભીઓમાં ગોઠવેલા તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હોય. તેની કડીઓ અને સળિયાઓ ચાંદીનાં હોવા જોઈએ.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.


પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે.


તેણે તે અંતર્ગૃહનું માપ લીધું તો તેની લંબાઈ દસ મીટર અને તેની પહોળાઈ પણ દસ મીટર હતી. તેણે મને કહ્યું, “આ તો પરમપવિત્ર સ્થાન છે.”


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan