Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:31 - પવિત્ર બાઇબલ C.L.

31 “તારે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદો બનાવવો અને તેના પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:31
30 Iomraidhean Croise  

તેણે પરમ પવિત્રસ્થાન માટે નીલા, જાંબુડી અને કિરમજી રંગના સૂતર અને ઝીણા અળસીરેસાનો પડદો બનાવડાવ્યો અને તે પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું હતું.


હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં; તો મારો જમણો હાથ સુકાઈ જાઓ!


વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા.


અળસી રેસાનું ઝીણું કાંતેલું કાપડ, બકરાના વાળ,


“મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.


તે પડદાને બાવળનાં લાકડાનાં ચાર થાંભલા પર લટકાવવો. એ થાંભલા સોનાથી મઢી લેવા. તેમની કડીઓ પણ સોનાની બનાવવી. આ થાંભલા ચાંદીની કૂંભીઓમાં બેસાડવા.


આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો 9 મીટર લાંબો અને વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાનો તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો તથા ભરત ભરેલો હોવો જોઈએ. તે ચાર સ્તંભોમાં લટકાવેલો હોય. આ સ્તંભો ચાર કૂંભીઓમાં ગોઠવેલા હોય. તેની કડીઓ ચાંદીની અને કૂંભીઓ તાંબાની બનાવવી.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


“ઈશ્વરની ઇચ્છા શી છે તે નક્કી કરવા માટે મુખ્ય યજ્ઞકારને માટે ઉરપત્ર બનાવો. એફોદની જેમ ઉરપત્ર પણ સોનાના તાર, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા અને ઝીણા કાંતેલા અળસી રેસાનું બનાવવું. તેનું ભરતકામ પણ એફોદના જેવું જ હોવું જોઈએ.


કરારપેટી, તેના દાંડા તથા તેની ઉપરનું દયાસન, કરારપેટીને ઢાંકનાર પડદો;


સર્વ કુશળ સ્ત્રીઓ ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાઓના દોરા કાંતી લાવી.


કોતરણીની વિવિધ ભાતો રચવામાં, ભરતકામ કરવામાં, ઝીણાં કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાના તથા અન્ય પ્રકારના વસ્ત્રના વણાટકામમાં પ્રભુએ તેમને કૌશલ્ય બક્ષ્યું છે. તેઓ સર્વ પ્રકારનું કાર્ય કરી શકે છે અને વિવિધ ભાતો રચવામાં નિપુણ કલાકારો છે.


ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાંના વાળનું કાપડ,


તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસીરેસાનો પડદો બનાવ્યો અને તેના પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું.


આ પડદા માટે તેમણે બાવળનાં લાકડાંના ચાર સ્તંભો બનાવ્યા અને તેમને સોનાથી મઢયા. વળી, તેમની કડીઓ સોનાની હતી. આ સ્તંભો માટે તેમણે ચાંદીની ચાર કૂંભીઓ બનાવી.


કારીગરોમાંથી સૌથી નિપુણ કારીગરોએ મુલાકાતમંડપ બનાવ્યો. તેમણે વાદળી, જાંબુડી તથા ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાના દસ પડદામાંથી તે મંડપ બનાવ્યો. વળી, પડદા પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કરેલું હતું.


દાનના કુળના અહિસામાખનો પુત્ર ઓહોલીઆબ તેનો મદદગાર હતો. તે શિલ્પી, બાહોશ કલાકાર અને બારીક અળસી રેસા તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનું ભરતગૂંથણ કરનાર હતો.


પછી તેણે સાક્ષ્યલેખની કરારપેટી મંડપમાં મૂકી અને તેના પર આડશનો પડદો ઢાંકયો. તેણે એ બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


તે મંડપમાં સાક્ષ્યલેખ રાખેલી કરારપેટી મૂકજે અને તેને પડદાથી ઢાંકી દેજે. મેજ લાવીને તેના પર તેનાં સર્વ સાધનો ગોઠવજે.


હે રાજકન્યા, ચંપલમાં તારા પગ કેવા સુંદર લાગે છે! તારી સાથળોનો વળાંક નિપુણ કલાકારની કારીગરી જેવો છે.


“પછી તેણે લોકનાં પાપ માટેના પ્રાયશ્ર્વિતબલિના બકરાને કાપવો. તેનું રક્ત પરમપવિત્રસ્થાનમાં લાવવું અને આખલાના રક્તની માફક જ દયાસન ઉપર અને કરારપેટી સામે તેને છાંટવું.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના દીકરાઓએ મંડપની અંદર જઈને સાક્ષ્યલેખની કરારપેટીની આગળનો પડદો ઉતારી લેવો અને તેનાથી કરારપેટીને ઢાંકી દેવી.


ત્યાર પછી મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો. ધરતીકંપ થયો, ખડકો ફાટી ગયા;


મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચીરાઈ ગયો.


વળી, મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો.


ખ્રિસ્તે જાતે જ આપણા શાંતિ- સ્થાપક બનીને યહૂદીઓ અને બિનયહૂદીઓને એક માનવપ્રજા બનાવ્યા છે. જે દીવાલ તેમને એકબીજાથી જુદા પાડતી હતી અને દુશ્મનો બનાવતી હતી તેને ખ્રિસ્તે પોતાના શરીર દ્વારા તોડી પાડી છે.


Lean sinn:

Sanasan


Sanasan