Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:1
29 Iomraidhean Croise  

પછી રાજાએ ઈશ્વરના સંદેશવાહક નાથાનને પૂછયું, “હું અહીં ગંધતરુના લાકડાંમાંથી બનાવેલા નિવાસસ્થાનમાં રહું છું. પણ ઈશ્વરની કરારપેટી તંબૂમાં રાખવામાં આવે છે.”


મુખ્યખંડની તેમ જ અંદરના ખંડની બધી દીવાલો પાંખોવાળા કરુબો, ખજૂરીઓ અને ફૂલોની કોતરણીથી શણગારેલી હતી.


હવે દાવિદ રાજા પોતાના મહેલમાં રહેતો હતો. એક દિવસે તેણે નાથાન સંદેશવાહકને બોલાવી તેને કહ્યું, “હું અહીં ગંધતરુના મહેલમાં રહું છું, પણ પ્રભુની કરારપેટી તો તંબૂમાં રાખવામાં આવે છે!”


એ સમયે મોશેએ વેરાન- પ્રદેશમાં બનાવેલો મુલાકાતમંડપ અને યજ્ઞવેદી ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનમાં હતાં;


વળી, નક્કર સોનાના બે કરુબો બનાવવા.


અળસી રેસાનું ઝીણું કાંતેલું કાપડ, બકરાના વાળ,


લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.


દરેક પડદો એક જ માપનો એટલે, બાર મીટર લાંબો, અને બે મીટર પહોળો બનાવવો.


“તારે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદો બનાવવો અને તેના પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.


“મંડપના પ્રવેશદ્વાર માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી ભરત ભરેલો પડદો બનાવવો.


મુલાકાતમંડપ, સાક્ષ્યલેખની કરારપેટી અને તે પરનું દયાસન, મંડપનો સર્વ સરસામાન,


મંડપ, તેનો તંબુ, તેનું બાહ્ય આચ્છાદાન, તેની કડીઓ, તેનાં પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, તેની કૂંભીઓ;


કોતરણીની વિવિધ ભાતો રચવામાં, ભરતકામ કરવામાં, ઝીણાં કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસાના તથા અન્ય પ્રકારના વસ્ત્રના વણાટકામમાં પ્રભુએ તેમને કૌશલ્ય બક્ષ્યું છે. તેઓ સર્વ પ્રકારનું કાર્ય કરી શકે છે અને વિવિધ ભાતો રચવામાં નિપુણ કલાકારો છે.


ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાંના વાળનું કાપડ,


તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસીરેસાનો પડદો બનાવ્યો અને તેના પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કર્યું.


ઝીણા કાંતેલા અળસી રેસા સાથે તેમજ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા સાથે વણી શકાય તે માટે તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમાંથી સોનાના તાર બનાવ્યા.


પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.


ગેર્શોનના વંશજોએ મુલાકાતમંડપનો તંબૂ અને તેની અંદરનો પડદો, બહારનો પડદો, પ્રવેશદ્વારનો પડદો,


તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો.


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


પરંતુ ઈસુ તો પોતાના શરીરરૂપી મંદિર વિષે કહેતા હતા.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં.


આ ચિત્ર તો વર્તમાન સમયનો નિર્દેશ કરે છે. એનો અર્થ એ થાય છે કે ઈશ્વરને ચઢાવેલાં અર્પણો અને બલિદાનો ભક્તના દયને સંપૂર્ણ રીતે પવિત્ર કરી શક્તાં નથી.


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


Lean sinn:

Sanasan


Sanasan