Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:8 - પવિત્ર બાઇબલ C.L.

8 લોકો મારે માટે પવિત્ર નિવાસસ્થાન બનાવે, જેથી હું તેમની વચમાં રહું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને તેઓ મારા માટે એક પવિત્રસ્થાન બનાવે, જેથી હું તેઓની વચ્ચે રહી શકું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:8
25 Iomraidhean Croise  

તું જે મંદિર બાંધી રહ્યો છે તેમાં હું મારા ઇઝરાયલી લોકો મધ્યે વસીશ, અને હું તેમને કદી તજી દઈશ નહિ.”


તો હવે તમારા પૂરા હૃદય અને જીવથી પ્રભુના નામના સન્માનાર્થે જે મંદિર બાંધવાનું છે તેનું કામ ઉપાડો કે જેથી તમે તેમાં પ્રભુની કરારપેટી તથા તેમનું ભજન કરવા વપરાતી તમામ પવિત્ર સાધનસામગ્રી લાવીને રાખી શકો.”


હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો.


પ્રભુ મારું સામર્થ્ય તથા ગીત છે; તે જ મારા ઉદ્ધારક છે. તે મારા ઈશ્વર છે, હું તેમની સ્તુતિ કરીશ. તે મારા પિતાના ઈશ્વર છે; તેમની મહાનતાનાં ગુણગાન ગાઈશ.


હું ઇઝરાયલી લોકોની વચમાં રહીશ અને તેમનો ઈશ્વર થઈશ.


તેઓ જાણશે કે હું પ્રભુ તેમનો ઈશ્વર છું અને હું તેમની વચમાં રહું તે માટે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છું. હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ.


જ્યારે હું મારું મંદિર સદાને માટે તેમની મધ્યે સ્થાપીશ ત્યારે સર્વ પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ઇઝરાયેલને મારી પ્રજા થવા માટે પવિત્ર કરેલ છે.”


તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.


મોશેએ આરોનના કાકા ઉઝ્ઝીએલના પુત્રો મિશાએલ અને એલસાફાનને બોલાવ્યા. તેણે તેમને કહ્યું, “અહીં આવો અને આ તમારા પિત્રાઈ ભાઈઓનાં શબને પવિત્ર મંડપમાંથી છાવણી બહાર લઈ જાઓ.”


હું તમારી મધ્યે મારું નિવાસસ્થાન સ્થાપીશ અને હું કદી તમારો ત્યાગ કરીશ નહિ.


તેણે લોહીમાં આંગળી બોળી પવિત્રસ્થાનના પડદાની સામે સાતવાર છાંટવું.


પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમવાસીઓ, આનંદથી ગાયન કરો! હું તમારી મધ્યે વસવા આવું છું!”


મારા પવિત્ર શહેર યરુશાલેમમાં હું પાછો ફરીશ અને ત્યાં જ વસીશ. તે તો વિશ્વાસુ નગર તરીકે ગણાશે અને સર્વસમર્થ પ્રભુનો પર્વત, પવિત્ર પર્વત કહેવાશે.


પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારે તેમને છાવણી બહાર કાઢવાં. હું મારા લોકો મધ્યે વસું છું અને છાવણી તેમનાથી અશુદ્ધ થાય નહિ એ માટે એવાંને છાવણી બહાર રાખવાં.”


“આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શો સંબંધ હોય? કારણ, આપણે તો જીવતા ઈશ્વરનું મંદિર છીએ! ઈશ્વરે પોતે જ કહ્યું છે તેમ, “હું મારા લોક મયે મારું ઘર બનાવીશ, અને તેમની સાથે વાસો કરીશ, હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારી પ્રજા બનશે.”


ત્યારે તમારે તમારા ઈશ્વર પ્રભુ પોતાના નામની સ્થાપના માટે જે એક સ્થાન પસંદ કરે ત્યાં તમારે હું ફરમાવું છું તે સર્વ અર્પણો લાવવાં; એટલે કે, તમારાં દહનબલિ તથા તમારાં બલિદાનો, તમારાં દશાંશ તથા તમારાં વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિત અર્પણ અને પ્રભુ પ્રત્યે માનેલી સર્વ વિશિષ્ટ માનતાઓનાં અર્પણ તમારે લાવવાં.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


Lean sinn:

Sanasan


Sanasan