Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:30 - પવિત્ર બાઇબલ C.L.

30 મેજ કરારપેટી આગળ મૂકવી અને તેના પર મને અર્પેલી પવિત્ર રોટલી હમેશાં મૂકેલી રાખવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:30
20 Iomraidhean Croise  

શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ,


ઈશ્વરને સમર્પિત રોટલી, ધાન્ય- અર્પણમાં વપરાતો લોટ, ખમીરરહિત પોળીઓ, શેકેલાં અર્પણો અને ઓલિવ તેલથી મોહેલા લોટ અંગેની તથા મંદિરમાં અર્પવામાં આવતી બધી ચીજવસ્તુઓના તોલમાપની જવાબદારી તેમણે ઉપાડવાની હતી,


દર સાબ્બાથદિને મંદિર માટે પવિત્ર રોટલી તૈયાર કરવાની જવાબદારી કહાથના ગોત્રના સભ્યોની હતી.


દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે.


શલોમોને તૂરના રાજા હિરામને સંદેશો મોકલ્યો: “તમે જેમ મારા પિતા દાવિદને તેમનો રાજમહેલ બાંધવા ગંધતરુનાં લાકડાં મોકલ્યાં હતાં, તેમ મારા પર પણ મોકલો.


મારા ઈશ્વર પ્રભુના સન્માનાર્થે હું મંદિર બંધાવું છું. એ પવિત્રસ્થાનમાં હું અને મારા લોક સુગંધીદ્રવ્યોનો ધૂપ બાળીને તેમની ભક્તિ કરીશું, અને ત્યાં જ પ્રભુ અમારા ઈશ્વરના સન્માનાર્થે રોજ સવાર-સાંજ, પ્રત્યેક સાબ્બાથે, ચાંદ્રમાસના પ્રથમ દિવસે અને બીજા પવિત્ર દિવસોએ દહનબલિ ચઢાવીશું. તેમણે હમેશાં એમ કરવાની ઇઝરાયલને આજ્ઞા આપી છે.


મેજ, તેના દાંડા તથા તેનાં સર્વ પાત્રો તથા અર્પિત રોટલી;


મેજ તથા તેનાં સર્વ પાત્રો અને ઈશ્વરને અર્પવાની રોટલી;


અને તેના પર અર્પિત રોટલી મૂકી. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


વળી, દીપવૃક્ષ લાવીને તેના પર દીવા મૂકજે.


તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.”


પણ મારી વેદી નક્મી છે એમ કહેતાં અને તમે નક્મા ગણેલા ખોરાકનું મને અર્પણ ચઢાવતાં તમે મારું અપમાન કરો છો.


તમે આ રીતે મારો તિરસ્કાર કરો છો: મારી વેદી પર તમે નક્મા ખોરાકનું અર્પણ ચઢાવો છો. વળી, તમે કહો છો, ‘અમે તમારું સન્માન કરવામાં કેવી રીતે નિષ્ફળ નીવડયા છીએ?’ હું તે તમને જણાવીશ: મારી વેદીનો તિરસ્કાર કરીને તમે નિષ્ફળ ગયા છો.


તેમણે ઈશ્વરને રોટલી અર્પવાની મેજ પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું. તેના પર થાળીઓ, વાટકા, ધૂપદાનીઓ અને દ્રાક્ષાસવ અર્પણ કરવાનાં પાત્રો ગોઠવી દેવાં. મેજ પર હંમેશા પ્રભુને અર્પિત રોટલી રાખવી.


તે ઈશ્વરના મંદિરમાં ગયો અને ઈશ્વરને અર્પિત કરેલી રોટલી ખાધી. આ રોટલી યજ્ઞકાર સિવાય બીજું કોઈ ખાઈ શકે નહિ તેવું નિયમશાસ્ત્ર શીખવે છે.


એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં.


યજ્ઞકારે કહ્યું, “મારી પાસે સામાન્ય રોટલી નથી, પણ માત્ર પવિત્ર રોટલી છે; તારા માણસોએ તાજેતરમાં સ્ત્રીસમાગમ ન કર્યો હોય તો તું તે લઈ શકે છે.”


દાવિદે જવાબ આપ્યો, “અલબત, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ તેનાથી દૂર જ છે. અમે સામાન્ય કામ માટે જતા હોઈએ તો પણ મારા માણસો પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખે છે. આ ખાસ કામે નીકળ્યા છીએ ત્યારે તો તેઓ કેટલા વિશેષ શુદ્ધ હશે.”


તેથી યજ્ઞકારે દાવિદને પવિત્ર રોટલી આપી. કારણ, એ દિવસે પ્રભુની સમક્ષ તાજી અર્પિત રોટલી હતી; ઉપાડી લીધેલી વાસી અર્પિત રોટલી તેની પાસે નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan