Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પછી હું તને આજ્ઞા લખેલી જે બે શિલાપાટીઓ આપું તે સાક્ષ્યલેખની પાટીઓ કરારપેટીમાં મૂકવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને હું જે કરારલેખ તને આપીશ, તે તું કોશમાં મૂકજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને હું તને કરારકોશના ચિહ્ન તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 “અને હું તને કરારના સ્માંરક તરીકે જે બે પાટીઓ આપું તે તું તેમાં મૂકજે,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:16
22 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી આવી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે બે શિલાપાટીઓ મોશેએ સિનાઈ પર્વત પાસે કરારપેટીમાં મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.


પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”


પછી યહોયાદાએ યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો અને તેને રાજ્યપદને લગતા નિયમોની નકલ આપી. એમ તેમણે તેને રાજા બનાવ્યો. યહોયાદા યજ્ઞકાર અને તેના પુત્રોએ યોઆશનો અભિષેક કર્યો અને “રાજા અમર રહો.” એવો પોકાર કર્યો.


પ્રભુએ મોશેને આજ્ઞા કર્યા મુજબ આરોને તેને સાચવી રાખવા માટે સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂકાયું.


સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ કરારપેટીમાં મૂકીને તેના પર દયાસન અર્થાત્ ઢાંકણ ઢાંકી દેવું.


મંડપના આચ્છાદનમાં બેસાડેલી કડીઓની હાર નીચે પડદો લટકાવવો. સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ સંચિત કરારપેટી આ પડદાની પાછળ મૂકવી. આ પડદો પરમ પવિત્રસ્થાનને પવિત્રસ્થાનથી અલગ પાડશે.


મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટીની સામેના પડદાની બહારની બાજુએ આરોન તથા તેના પુત્રો આ દીવા મૂકે; ત્યાં મારી સન્મુખ સાંજથી સવાર સુધી એ દીવા સતત સળગતા રાખવા. ઇઝરાયલીઓ તથા તેમના વંશજો સદાને માટે આ આજ્ઞા પાળે.


તેમાંથી થોડુંક લઈને ઝીણું ખાંડી નાખ અને પછી તેને મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી આગળ મૂક. આ ધૂપને સંપૂર્ણ પવિત્ર ગણવો.


વેદીને પડદા આગળ સાક્ષ્યલેખની કરારપેટીને મોખરે એટલે મેં તને જ્યાં મળવાનું ઠરાવ્યું છે તે સાક્ષ્યલેખને ઢાંકનાર દયાસનની સામે મૂકવી.


સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી.


મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી.


મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી.


સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.


પછી તેણે સાક્ષ્યલેખની બન્‍ને શિલાપાટીઓ લઈને કરારપેટીમાં મૂકી. તેના દાંડાઓ તેના કડાંઓમાં પરોવ્યા અને કરારપેટી પર તેનું ઢાંકણ ઢાંકયું.


ત્યાર પછી એ લાકડીઓ મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી સામે જ્યાં હું તમને મળું છું ત્યાં મૂક.


“આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો.


ખરેખર, દરેક રીતે ઘણો બધો લાભ છે. પ્રથમ તો, ઈશ્વરે પોતાના સંદેશાની સોંપણી યહૂદીઓને કરી. તેમનામાંના કેટલાક અવિશ્વાસુ નીવડયા તેથી શું?


“આ નિયમનું પુસ્તક લો અને તેને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટીની બાજુમાં મૂકો; જેથી તે ત્યાં તમારી વિરૂધ સાક્ષી તરીકે રહે.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


“સાક્ષ્યલેખની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને યર્દનમાંથી બહાર નીકળી આવવા આજ્ઞા કર.”


Lean sinn:

Sanasan


Sanasan