Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મોશે, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંના સિત્તેર આગેવાનો પર્વત પર ગયા; અને તેમણે ઇઝરાયલના ઈશ્વરને જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે મૂસા તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના સિત્તેર વડીલો ઉપર ચઢયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલીઓના સિત્તેર વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તે પછી મૂસા, હારુન, નાદાબ, અબીહૂ અને ઇસ્રાએલીઓના 70 વડીલોને સાથે લઈને તે ઉપર ગયો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:9
10 Iomraidhean Croise  

વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા.


પ્રભુએ કહ્યું, “નીચે જઈને તારી સાથે આરોનને લઈ આવ. પરંતુ યજ્ઞકારો અને લોકો સીમા ઓળંગીને મારી પાસે ન આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


“તારા ભાઈ આરોન અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામારને તારી પાસે બોલાવ. તેમને યજ્ઞકાર તરીકે મારી સેવા બજાવવા ઇઝરાયલીઓમાંથી અલગ કર.


તું મારું મુખ જોઈ શકીશ નહિ; કારણ, મને જોઈને કોઈ વ્યક્તિ જીવતી રહી શક્તી નથી.


ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.


માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.”


આરોનના પુત્રો નાદાબ અને અબીહૂએ પોતાની ધૂપદાની લીધી. તેમાં સળગતા અંગારા મૂકી તે પર ધૂપ નાખ્યો અને પ્રભુએ જે અગ્નિ ચડાવવાની આજ્ઞા આપી નહોતી તેવો અપવિત્ર અગ્નિ પ્રભુને ચડાવ્યો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે.


માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan