Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને લઈને લોકોના સાંભળતા વાંચ્યું; અને તેઓએ કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાએ જે જે કહ્યું છે તે બધું અમે માંથે ચઢાવીશું અને તે પ્રમાંણે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:7
17 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી આવી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે બે શિલાપાટીઓ મોશેએ સિનાઈ પર્વત પાસે કરારપેટીમાં મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.


તેઓ કરાર પાળશે એ મતલબના સમ પ્રભુને નામે મોટે સાદે લીધા. પછી તેમણે પોકાર કરીને રણશિંગડાં વગાડયાં.


તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.”


છતાં તેમણે મુખથી ઈશ્વરની ખોટી ખુશામત કરી અને પોતાની જીભે તેમની સામે જૂઠું બોલ્યા.


ત્યારે લોકોએ એકીસાથે કહ્યું, “પ્રભુએ આપેલી સર્વ આજ્ઞાઓ અમે પાળીશું આજ્ઞાઓ.” મોશેએ જઈને લોકોની એ વાત પ્રભુને જણાવી.


અમે તને અમારા ઈશ્વર પ્રભુ પાસે અમારી પ્રાર્થના રજૂ કરવા મોકલીએ છીએ. અમે તેમની વાણીને જરૂર આધીન થઈશું; પછી તે અમને સારું લાગે કે ખરાબ; કારણ, એમાં જ અમારું હિત સમાયેલું છે. અમે જરૂર અમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થઈશું.”


હું ફરી તારી પાસેથી પસાર થયો તો મેં જોયું કે પ્રેમ કરવા જેવી તારી ઉંમર થઇ હતી. મેં તારો ડગલો પ્રસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. મેં તારી સાથે સોગંદપૂર્વક કરાર કર્યો અને તું મારી બની. હું પ્રભુ પરમેશ્વર આ બધું કહું છું.


શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.


મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોનાં લખાણમાંથી વાચન કર્યા પછી ભજનસ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, “ભાઈઓ, તમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઇચ્છા છે.”


તમે આ પત્ર વાંચી લો પછી લાઓદિકિયાની મંડળીમાં પણ તે વંચાય તેનું ધ્યાન રાખજો.


આપણા પ્રભુના સમ દઈને કહું છું કે સર્વ ભાઈઓને આ પત્ર વાંચી સંભળાવજો.


ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે આપણા ઈશ્વર પ્રભુની સેવા કરીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”


Lean sinn:

Sanasan


Sanasan