Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મોશેએ અડધું રક્ત લઈને કટોરામાં ભર્યું, જ્યારે બાકીનું રક્ત વેદી ઉપર છાંટી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ અર્ધું રક્ત તેણે વેદી પર છાંટયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:6
22 Iomraidhean Croise  

તેમણે તેમની સૂચનાઓને આધીન થવાની ના પાડી, તેમના પૂર્વજો સાથે તેમણે કરેલો કરાર તેમણે પાળ્યો નહિ અને તેમણે તેમની ચેતવણીઓ ગણકારી નહિ. તેમણે વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને તેઓ પોતે જ વ્યર્થ બન્યા અને આસપાસની પ્રજાઓનું અનુકરણ નહિ કરવાની પ્રભુ આજ્ઞાનો અનાદર કરીને તેઓ તેમના રિવાજો અનુસર્યા;


ઈશ્વરના યજ્ઞકારોમાં મોશે અને આરોન હતા, અને ઈશ્વરને નામે પ્રાર્થના કરનારાઓમાં શમુએલ પણ હતો; તેમણે પ્રભુને અરજ કરી અને તેમણે તેમને ઉત્તર આપ્યો.


ઝુફાની ડાળખી લઈ તેને વાસણમાંના રક્તમાં બોળીને ઓતરંગ તથા બન્‍ને બારસાખો પર છાંટો. સવાર થાય ત્યાં સુધી તમારે કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.”


લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બન્‍ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે.


પછી મોશેએ કટોરામાંથી રક્ત લઈને લોકો પર છાંટતાં કહ્યું, “આ રક્ત તો પ્રભુએ તમને આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે કરેલા કરારની મહોરમુદ્રા છે.”


પછી ઘેટાને કાપીને તેનું રક્ત લઈને વેદીની ચોગરદમ છાંટવું.


ઘેટાને કાપવો અને તેનું થોડું રક્ત લઈને આરોન તથા તેના પુત્રોના જમણા કાનની ટીશી પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાડવું; બાકીનું રક્ત વેદીની ચોગરદમ રેડી દેવું.


હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો.


એ માણસે તેને પ્રભુ સમક્ષ વેદીની ઉત્તર બાજુએ કાપવો અને આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તેણે પ્રભુ સમક્ષ આખલાને કાપવો અને આરોનવંશી લેવીએ તેનું રક્ત પ્રભુને ચડાવી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે આવેલી વેદીની ચારે બાજુએ છાંટવું.


તેણે તે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તો તેણે તેના માથા પર પોતાનો હાથ મૂકવો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે તેને કાપવું. ત્યાર પછી આરોનવંશી યજ્ઞકારોએ તેનું રક્ત વેદીની ચારે બાજુએ છાંટવું.


તેણે લોહીમાં આંગળી બોળી પવિત્રસ્થાનના પડદાની સામે સાતવાર છાંટવું.


એ જ રીતે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે તેમાંથી પીઓ, ત્યારે ત્યારે મારી યાદગીરીને માટે એ કરો.


અને ઈશ્વરે પુત્રની મારફતે જ સમગ્ર વિશ્વને પોતાની તરફ લાવવાનું નક્કી કર્યું છે. ઈશ્વરે તેમના પુત્રના ક્રૂસ પરના બલિદાનના રક્ત દ્વારા શાંતિ સ્થાપીને પૃથ્વી પરની અને આકાશમાંની સર્વ વસ્તુઓનું પોતાની સાથે સમાધાન કરાવ્યું છે.


તમે નવા કરારના વ્યવસ્થાપક ઈસુ પાસે તથા છંટાયેલ રક્ત, જે હાબેલના રક્ત કરતાં વિશેષ સારી બાબતો વિષે બોલે છે તેની પાસે આવ્યા છો.


“પ્રભુ કહે છે: મેં તેમના પૂર્વજોને તેમનો હાથ પકડીને ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં જે કરાર તેમની સાથે કર્યો તેના જેવો એ કરાર નહિ હોય.” “મેં તેમની સાથે કરેલા કરારને તેઓ વિશ્વાસુ રહ્યા નહિ. અને તેથી મેં તેમની કંઈ પરવા કરી નહીં.”


તેથી જ પ્રથમ કરાર પણ રક્તના ઉપયોગ દ્વારા જ અમલમાં લાવવામાં આવ્યો.


મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં.


તે જ પ્રમાણે, મોશેએ મંડપ પર તથા ભજનસેવામાં વપરાતી સર્વ વસ્તુઓ પર પણ રક્તનો છંટકાવ કર્યો.


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


ઈસુ ખ્રિસ્તને આધીન થવા અને તેમના રક્તની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વરપિતાના ઇરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા. તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરપણે રહો!


Lean sinn:

Sanasan


Sanasan