Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મોશેએ પ્રભુની સર્વ આજ્ઞાઓ લખી લીધી. બીજે દિવસે વહેલી સવારે તેણે પર્વતની તળેટીમાં વેદી બનાવી. તેણે ત્યાં પ્રત્યેક કુળ માટે એક એમ ઇઝરાયલનાં બાર કુળો માટે બાર પથ્થરો ઊભા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી, ને સવારે વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી તથા ઇઝરાયલનાં બાર કુળ પ્રમાણે બાર સ્તંભ ઊભા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી મૂસાએ યહોવાહનાં બધા આદેશો લખી નાખ્યા અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇઝરાયલના બાર કુળસમૂહ પ્રમાણે બાર સ્તંભ બાંધ્યા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી મૂસાએ યહોવાનાં બધાં આદેશો લખી નાખ્યાં અને સવારમાં વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી અને ઇસ્રાએલના બાર કુળસમૂહ પ્રમાંણે બાર સ્તંભ બાંધ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:4
27 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું.


વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”


તેથી યાકોબે એક પથ્થર લઈને તેને સ્મારકસ્તંભ તરીકે ઊભો કર્યો.


અહિયાએ પોતે પહેરેલો નવો ઝભ્ભો ઉતાર્યો અને તેના બાર કટકા કર્યા.


પ્રભુએ જેનું નામ ઇઝરાયલ પાડયું હતુ ં તે યાકોબના પુત્રોનાં નામ પરથી થયેલાં બાર કુળો માટે તેણે પ્રત્યેક કુળદીઠ એક એમ બાર પથ્થર લીધા.


તે વખતે તેમણે એક્સો વાછરડા, બસો ઘેટા અને ચારસો હલવાન અર્પ્યાર્ં તથા ઇઝરાયલના પ્રત્યેક કુળ માટે એક એમ કુલ બાર બકરા પ્રાયશ્ર્વિતબલિ તરીકે ચડાવ્યા.


કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:


પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


મોશેએ એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-નિસ્સી’ (યાહવે મારો વિજયધ્વજ) પાડયું.


“તું ઇઝરાયલી લોકોને આ નિયમો જણાવ:


પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”


દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આ કથનો લખી લે; કારણ, આ કથનો પ્રમાણે હું તારી સાથે તથા ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું.”


એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.


“ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ.


“ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પ્રત્યેક કુળના આગેવાન પાસેથી તને બાર લાકડીઓ અપાવે. દરેક કુળની લાકડી પર તે આગેવાનનું નામ લખવામાં આવે.


મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


ત્યાર પછી મોશેએ ઈશ્વરનો આ નિયમ લખીને પ્રભુની કરારપેટી સાચવનાર લેવીકુળના યજ્ઞકારોને તથા ઇઝરાયલના સર્વ વડીલોને તે આપ્યો.


યર્દનમાંથી લાવવામાં આવેલ બાર પથ્થરો યહોશુઆએ ગિલ્ગાલમાં ઊભા કર્યા.


અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો.


શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan