Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મોશેએ જઈને લોકોને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ કહી સંભળાવ્યાં, અને સર્વ લોકોએ પ્રત્યુત્તર આપ્યો, “પ્રભુએ જે કહ્યું છે તે બધું અમે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાહના બધા વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાહ એ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ મૂસાએ આવીને લોકોને યહોવાનાં બધાં વચનો અને બધી આજ્ઞાઓ કહી સંભળાવી. પછી બધા લોકો એકી અવાજે બોલી ઊઠયા, “યહોવાએ જે બધી વાતો કહી છે તે બધાનું પાલન અમે કરીશું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:3
23 Iomraidhean Croise  

તેઓ કરાર પાળશે એ મતલબના સમ પ્રભુને નામે મોટે સાદે લીધા. પછી તેમણે પોકાર કરીને રણશિંગડાં વગાડયાં.


પૂરા દયથી એ કરાર કરવાને લીધે યહૂદિયાના સર્વ લોકો ખુશખુશાલ હતા. તેમણે પ્રભુની ભક્તિ કરવામાં આનંદ માણ્યો અને પ્રભુએ તેમનો સ્વીકાર કર્યો અને ચારે તરફથી સહીસલામતી બક્ષી.


તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.”


ત્યારે લોકોએ એકીસાથે કહ્યું, “પ્રભુએ આપેલી સર્વ આજ્ઞાઓ અમે પાળીશું આજ્ઞાઓ.” મોશેએ જઈને લોકોની એ વાત પ્રભુને જણાવી.


મોશે તું એકલો જ મારી પાસે આવ અને બીજા કોઈ પાસે આવે નહિ; લોકો તો પર્વત પાસે પણ ન આવે.”


પછી તેણે કરારનું પુસ્તક, જેમાં તેણે પ્રભુની આજ્ઞાઓ લખી હતી તે લીધું અને લોકો સમક્ષ મોટે અવાજે વાંચી સંભળાવ્યું. તેમણે કહ્યું, “અમે પ્રભુને આધીન રહીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”


જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.


તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.


શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.


“એ માટે તમે તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખો અને તેમનાં ફરમાનો, હુકમો, આદેશો તથા આજ્ઞાઓનું હરહંમેશ પાલન કરો.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યાર પછી મોશેએ તેમને આ સાક્ષ્યવચનો, ધારાધોરણો અને આજ્ઞાઓ કહી સંભળાવ્યા.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


પરંતુ તું અહીં મારી પાસે ઊભો રહે અને હું તને મારી સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો કહીશ અને તે સર્વ તું તેમને શીખવજે; જેથી જે દેશનો કબજો હું તેમને સોંપું છું, તેમાં તેઓ તેમનું પાલન કરે.’


“આ સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો તમને શીખવવા મને તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવ્યું છે; જેથી જે દેશમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


લોકોએ યહોશુઆને કહ્યું, “ના, એવું નહિ થાય; અમે તો પ્રભુની જ સેવા કરીશું.”


યહોશુઆએ તેને કહ્યું, “પ્રભુની સેવા કરવાની પસંદગી તમે જાતે જ કરી છે એના સાક્ષી તમે પોતે જ છો.” તેમણે કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.”


ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે આપણા ઈશ્વર પ્રભુની સેવા કરીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.”


Lean sinn:

Sanasan


Sanasan