Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:2 - પવિત્ર બાઇબલ C.L.

2 મોશે તું એકલો જ મારી પાસે આવ અને બીજા કોઈ પાસે આવે નહિ; લોકો તો પર્વત પાસે પણ ન આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને મૂસઅ એકલો યહોવાની પાસે આવે; પણ તેઓ પાસે ન આવે; તેમ લોકો તેની સાથે ઉપર આવે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી મૂસા તું એકલો મારી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી તું એકલો માંરી પાસે આવજે, અન્ય કોઈ ન આવે. અને લોકો તો તારી સાથે ઉપર આવે જ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:2
12 Iomraidhean Croise  

તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો.


પરંતુ લોકો પર્વતથી ઘણે દૂર ઊભા રહ્યા અને ફક્ત મોશે જ જેમાં ઈશ્વર હતા તે ગાઢ વાદળ પાસે ગયો.


પ્રભુએ મોશેને કહ્યું, “તું, આરોન, નાદાબ, અબીહૂ અને ઇઝરાયલના આગેવાનોમાંથી સિત્તેર આગેવાનો મારી પાસે ઉપર આવો. તમે આવો, ત્યારે થોડે દૂર રહીને ભક્તિપૂર્વક નમન કરો.


મોશે તથા તેનો મદદનીશ યહોશુઆ તૈયાર થયા અને મોશે ઈશ્વરના પર્વત પર જવા ઉપડયો.


મોશે સિનાઈ પર્વત પર ગયો અને વાદળે આવીને પર્વતને ઢાંકી દીધો. પ્રભુ તેમના તેજોમય ગૌરવમાં પર્વત પર ઊતર્યા.


મોશે વાદળમાં પ્રવેશીને પર્વત પર ચડી ગયો. મોશે પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાત રહ્યો.


મોશેએ જઈને લોકોને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ કહી સંભળાવ્યાં, અને સર્વ લોકોએ પ્રત્યુત્તર આપ્યો, “પ્રભુએ જે કહ્યું છે તે બધું અમે કરીશું.”


તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે?


જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


કારણ, ખ્રિસ્ત માણસે બનાવેલ પવિત્ર સ્થાન કે જે માત્ર નમૂનો છે તેમાં નહિ, પરંતુ તે સ્વર્ગમાં જ ગયા; જ્યાં તે પણ આપણે માટે ઈશ્વરની હાજરીમાં ઉપસ્થિત થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan