Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:16 - પવિત્ર બાઇબલ C.L.

16-17 ઇઝરાયલીઓને પર્વતના શિખર પરનું પ્રભુનું ગૌરવ ભસ્મ કરનાર અગ્નિ જેવું લાગ્યું. વાદળે છ દિવસ સુધી પર્વતને ઢાંકી રાખ્યો અને સાતમે દિવસે પ્રભુએ વાદળમાંથી મોશેને બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર થંભ્યું, ને છ દિવસ સુધી મેઘે તેને ઢાંકી રાખ્યો; અને સાતમે દિવસે યહોવાએ મેઘમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ પર્વતને ઢાંકી રાખ્યો. અને સાતમે દિવસે યહોવાહે વાદળમાંથી હાંક મારીને મૂસાને બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાનું ગૌરવ સિનાઈ પર્વત પર ઊતર્યુ. અને છ દિવસ સુધી વાદળોએ એ પર્વતને ઢાંકી રાખ્યો, અને સાતમે દિવસે યહોવાએ વાદળમાંથી મૂસાને હાંક માંરીને બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:16
14 Iomraidhean Croise  

મેઘસ્તંભમાંથી ઈશ્વર તેમની સાથે બોલ્યા; ઈશ્વરે આપેલા આદેશો અને ફરમાનોનું તેમણે પાલન કર્યું.


આરોન ઇઝરાયલના આખા સમાજ આગળ બોલી રહ્યો હતો ત્યારે તેમણે રણપ્રદેશ તરફ દૃષ્ટિ કરી તો તેમને એકાએક પ્રભુનું ગૌરવ વાદળમાં દેખાયું.


અને ત્રીજા દિવસ માટે તૈયાર થાય. કારણ, તે દિવસે લોકો મને જુએ એ રીતે હું પર્વત પર ઊતરીશ.


પ્રભુએ મોશેને કહ્યું, “હું તારી પાસે ગાઢ વાદળમાં આવીશ; જેથી હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે અને તારા કહેવા પર હમેશાં વિશ્વાસ કરે.” મોશેએ પ્રભુને લોકોનો પ્રત્યુત્તર જણાવ્યો એટલે પ્રભુએ કહ્યું,


પરંતુ સાતમો દિવસ તો મારે માટે અલગ કરેલો સાબ્બાથદિન છે. તમે, તમારાં સંતાનો, તમારાં દાસદાસી, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં રહેનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરે.


સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


ત્યાર પછી મોશે અને આરોન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવીને તેમણે લોકોને આશિષ આપી અને બધા લોકોને પ્રભુનાં ગૌરવનાં દર્શન થયાં.


મોશેએ કહ્યું, “પ્રભુએ તમને આ બધું કરવાની આજ્ઞા આપેલી છે; એ માટે કે તમને પ્રભુના ગૌરવનાં દર્શન થાય.”


પરંતુ સમગ્ર સમાજે ધમકી આપી કે તેમને પથ્થરો મારીને મારી નાખો. એકાએક મુલાકાતમંડપ ઉપર ઇઝરાયલીઓ સમક્ષ પ્રભુનું ગૌરવ પ્રગટ થયું.


તેઓ મોશે અને આરોન વિરુધ ભેગા થયા હતા તે જ સમયે તેમણે મુલાકાતમંડપ તરફ નજર કરી તો વાદળે તેના પર છાયા કરી અને પ્રભુનું ગૌરવ પ્રગટ થયું.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


પ્રભુને દિવસે આત્માએ મારો કબજો લીધો અને મેં રણશિંગડાના અવાજ જેવી એક મોટી વાણી મારી પાછળ બોલતી સાંભળી.


Lean sinn:

Sanasan


Sanasan