Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:33 - પવિત્ર બાઇબલ C.L.

33 તે લોકોને તમારા દેશમાં રહેવા દેશો નહિ; જો તમે તેમને રહેવા દેશો તો તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવશે. જો તમે તેમના દેવોની પૂજા કરશો તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેઓ તમારા દેશમાં વસે નહિ, રખેને તેઓ તમારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે. કેમ કે જો તમે તેઓના દેવોની સેવા કરશો તો તેઓ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 નહિ તો તેઓ તમને ફસાવી, તેમના દેવોની પૂજા કરશે અને માંરી વિરુદ્ધ પાપ કરવા પ્રેરશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:33
17 Iomraidhean Croise  

યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”


પોતાના લોક દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ જે પ્રજાઓનો પ્રભુએ દેશમાંથી ઉચ્છેદ કર્યો હતો તેમના કરતાંય બદતર કૃત્યો મનાશ્શાએ યહૂદિયાના અને યરુશાલેમના લોકો પાસે કરાવ્યાં.


ઈશ્વરના લોકોએ કનાની મૂર્તિઓની પૂજા કરી, અને એ જ બાબત તેમને માટે ફાંદારૂપ બની.


ફેરોના અમલદારોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ આપણે માટે આફતનું કારણ બની રહેશે? લોકોને તેમના ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરવા જવા દો. શું તમને ખ્યાલ નથી કે ઇજિપ્તનો વિનાશ થઈ ચૂક્યો છે?”


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


ત્યારે તમે તમારી આગળથી એ પ્રજાઓનો નાશ થઈ ગયા પછી તમે પોતે ફાંદામાં ફસાઇ જઈને, ‘એ લોકો તેમના દેવોની ભક્તિ કેવી રીતે કરતા હતા તે જાણી લેવા દે કે જેથી હું પણ એ પ્રમાણે કરું’ એવું કહીને તમે તપાસ ન કરો એ માટે સાવધ રહેજો.


નહિ તો જે સર્વ અધમ કાર્યો તેમણે તેમનાં દેવદેવીઓની પૂજામાં આચર્યાં છે તે પ્રમાણે કરવાનું શીખવીને તેઓ તમારા ઈશ્વર પ્રભુની વિરુધ તમારી પાસે પાપ કરાવશે.


“જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે.


જે પ્રજાને ઈશ્વર તમારે હવાલે કરે તેમનો સંહાર કરજો અને તેમના પ્રત્યે દયા દાખવશો નહિ. તમે તેમનાં દેવદેવીઓની પૂજા કરશો નહિ; કારણ, એ તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


અને પાછા ફરે, તથા તેમને વશ કરી લઈને પોતાની ઇચ્છાને આધીન કરનાર શેતાનના ફાંદામાંથી છટકી જાય.


આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો.


તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ.


તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું?


તેથી હવે હું એમ કહું છું કે તમારી આગળથી હું આ લોકોને હાંકી કાઢીશ નહિ. તેઓ તમારા શત્રુઓ બની રહેશે અને તમે તેમના દેવોની પૂજાના ફાંદામાં સપડાઈ જશો.”


તેણે મનમાં કહ્યું, “હું મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવીશ, તે તેને ફસાવશે અને તે પલિસ્તીઓને હાથે માર્યો જશે.” તેથી શાઉલે બીજીવાર દાવિદને કહ્યું, “તું મારો જમાઈ થશે.”


Lean sinn:

Sanasan


Sanasan