Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:27 - પવિત્ર બાઇબલ C.L.

27 “જે પ્રજા તમારો વિરોધ કરશે તેમને હું ભયભીત કરીશ. હું તમારા સર્વ દુશ્મનોને તમારી આગળથી નસાડી મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 હું તારી આગળ મારો ત્રાસ એવો મોકલીશ કે, જે બધા લોકોમાં થઈને તું જશે તેમને હું થથરાવી નાખીશ, ને તારા સર્વ શત્રુઓ તારી તરફ પીઠ ફેરવે એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું મારું સામર્થ્ય તમારી સામે મોકલીશ અને તે બધાને હું થથરાવી દઈશ. તથા તમારા બધા જ દુશ્મનો તમારાથી ગભરાઈને જતા રહે એવું હું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 “તમે જ્યારે દુશ્મનો સાથે લડતા હશો, ત્યારે હું માંરુ મહાબળ તમાંરી સામે મોકલીશ અને તે બધાંને હું થથરાવી દઈશ. તથા તમાંરા બધા જ દુશ્મનો તમાંરાથી ભાગી જાય એવું હું કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:27
17 Iomraidhean Croise  

તેઓ ચાલી નીકળ્યા ત્યારે આસપાસનાં શહેરો ઉપર એવો ભય વ્યાપી ગયો કે તેમણે યાકોબના પુત્રોનો પીછો કર્યો નહિ.


તમે મારા શત્રુઓને મારી આગળથી નસાડો છો, મારો તિરસ્કાર કરનારાઓનો હું વિનાશ કરું છું.


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


પછી તેમણે ગેરારની આસપાસનાં નગરોનો નાશ કર્યો, કારણ, લોકો પ્રભુથી ભયભીત થઈ ગયા હતા. સૈન્યે એ બધાં નગરોનો કચ્ચરઘાણ વાળ્યો અને મોટી લૂંટ મેળવી.


તમે મારા શત્રુઓને મારી સામેથી પાછા ભગાડો છો; મારો દ્વેષ કરનારાઓને હું નષ્ટ કરું છું.


તમે તેમનો સામનો કરવા ધનુષ્યની પણછ પર હાથ દેશો, તેથી તેમને પીછેહઠ કરવાની ફરજ પડશે.


તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ.


હું તમારી આગળથી અન્ય પ્રજાઓને હાંકી કાઢીશ અને તમારી સીમાઓ વધારીશ. એ ત્રણ પર્વો દરમ્યાન કોઈ તમારા દેશ પર આધિપત્ય જમાવવા પ્રયત્ન કરશે નહિ.


તેથી તે અને તેના બધા લોકો ઇઝરાયલીઓની મોટી સંખ્યા જોઈને ભયથી ધ્રૂજી ઊઠયા.


તો તમે જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રભુ આ બધી પ્રજાઓને હાંકી કાઢશે અને તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાઓની ભૂમિનો તમે કબજો લેશો.


તમારા ઈશ્વર પ્રભુ તેમના વચન પ્રમાણે સમગ્ર વિસ્તારમાં તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં તે લોકોમાં તમારો ભય અને ધાક બેસાડશે અને તમારી સામે કોઈ માણસ ટકી શકશે નહિ.


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે તમારા બધા શત્રુઓને તમારી આગળથી હાંકી કાઢો.


તમારા ઈશ્વર પ્રભુ તમારા શત્રુઓને તમારા હવાલે કરશે અને તેમનો વિનાશ થઈ જાય ત્યાં સુધી તેમનામાં આતંક ફેલાવશે.


છાવણીમાં તેમ જ રણક્ષેત્રમાં સર્વ લોકો ભયથી ધ્રૂજી ઊઠયા. સર્વ પલિસ્તીઓ ગભરાઈ ગયા; સંરક્ષકો અને ત્રાટકનારા સૈનિકો પણ થથરી ગયા. ધરતી પણ ધ્રૂજી ઊઠી અને ચોમેર આતંક વ્યાપી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan