Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તમારા દેશમાં કોઈ સ્ત્રીને કસુવાવડ થશે નહિ કે કોઈ વંધ્યા રહેશે નહિ. હું તમને દીર્ઘાયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તારા દેશમાં ગર્ભપાત થશે-નહિ; ને વાંઝણી પણ હશે નહિ. તારા આયુષ્યના પૂરા દિવસો હું તને આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તમારા દેશમાં કોઈ પણ સ્ત્રીને ગર્ભપાત થશે નહિ તથા કોઈ સ્ત્રી નિ:સંતાન પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તમાંરા દેશમાં કોઈ પણ સ્ત્રીનો ગર્ભપાત થશે નહિ, તથા કોઈ સ્ત્રી વાંઝણી પણ હશે નહિ; હું તમને લોકોને પૂરેપૂરું આયુષ્ય આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:26
16 Iomraidhean Croise  

તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.


દાવિદ હવે વૃદ્ધ અને ઘણી ઉંમરનો થયો હતો. તેથી તેણે પોતાના પુત્ર શલોમોનને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


તેમના આખલા પ્રત્યેક સંવનનમાં સફળ રહે છે; તેમની ગાયો બચ્ચાં જણે છે અને કોઈ ગર્ભપાત થતો નથી.


પછી યોબ વયોવૃદ્ધ થઈ ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો.


પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


અમારી વખારો દરેક પ્રકારના ધાન્યથી ભરપૂર હો. અમારા વાડામાં ઘેટાંઓ હજારોહજાર બચ્ચાં જન્માવો!


ખૂની તથા કપટી માણસો પોતાનું ર્આુ આયુષ્ય પણ ભોગવશે નહિ; કારણ, હે ઈશ્વર, તમે તેમને વિનાશની ગર્તમાં ફંગોળી દેશો, પરંતુ હું તમારા પર જ ભરોસો રાખીશ.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


તેથી ઓ પ્રભુ, આ લોકો માટે કેવી પ્રાર્થના કરું? એ જ કે તેમની સ્ત્રીઓને ગર્ભપાત થાય અને તેમનાં સ્તનોનું દૂધ સુકાઈ જાય!


“તમારાં પેટનાં સંતાન, તમારા ખેતરની પેદાશ, તમારાં ઢોરઢાંકનાં બચ્ચાં અને તમારાં ઘેટાંબકરાનાં બચ્ચાં આશીર્વાદિત થશે.


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


અન્ય સર્વ પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો. તમારી મધ્યે કોઈ સ્ત્રીપુરુષ અને તમારાં ઢોર મધ્યે કોઈ નરમાદા નિ:સંતાન રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan