નિર્ગમન 23:25 - પવિત્ર બાઇબલ C.L.25 જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી ભક્તિ કરશો તો હું તમારાં અન્નજળ પર આશિષની વૃષ્ટિ કરીશ. વળી, હું તમારી સર્વ બીમારીઓ દૂર કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 વળી તમે યહોવા તમારા ઈશ્વરની સેવા કરજો, ને તે તારા અન્નજળને આશીર્વાદ આપશે; અને હું તારી મધ્યેથી રોગ દૂર કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 વળી તમારે તમારા ઈશ્વર યહોવાહની જ સેવા કરવાની છે અને હું તમારાં અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમારા તમામ રોગો હું દૂર કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ25 વળી તમાંરે તમાંરા યહોવા દેવની જ સેવા કરવાની છે, અને હું તમાંરા અન્ન-જળ પર આશીર્વાદ વરસાવીશ. અને તમાંરા તમાંમ રોગો હું દૂર કરીશ. Faic an caibideil |
તેમણે કહ્યું, “જો તમે તમારા ઈશ્વર પ્રભુની, એટલે મારી વાણી સાંભળશો, મારી દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરશો અને મારી આજ્ઞાઓ પાળશો અને એ રીતે સંપૂર્ણ રીતે મને આધીન રહેશો તો જે રોગ હું ઇજિપ્તીઓ પર લાવ્યો તેમાંનો એક પણ રોગ હું તમારા પર મોકલીશ નહિ; કારણ, હું ‘યાહવે - રોફેકા’ એટલે તમને સાજા કરનાર તમારો પ્રભુ છું.”
“હવે હે ઇઝરાયલીઓ, તમારા ઈશ્વર પ્રભુ તમારી પાસે શી અપેક્ષા રાખે છે? એ જ કે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ દાખવો, સર્વ બાબતમાં તેમના ચીંધેલા માર્ગે ચાલો, તેમના પર પ્રેમ રાખો અને તમારા પૂરા દયથી અને પૂરા જીવથી તમારા ઈશ્વર પ્રભુની સેવા કરો, અને પ્રભુની જે આજ્ઞાઓ અને આદેશો તમારા હિતાર્થે હું આજે તમને ફરમાવું તેનું પાલન કરો.
તે તમારા પર પ્રેમ રાખશે, ને તમને આશીર્વાદ આપશે અને તમારી વંશવૃધિ કરશે અને તમારી સંતતિ વધારશે. તે તમારાં ખેતરો પર આશિષ આપશે; તેથી તમારી પાસે વિપુલ ધાન્ય, દ્રાક્ષાસવ તથા ઓલિવ તેલ હશે. વળી, તે તમને આશિષ આપશે; તેથી તમારી પાસે ઘણાં ઢોર અને ઘેટાંબકરાં થશે. તમને જે દેશ આપવાના તમારા પૂર્વજો સાથે શપથ લીધા હતા તેમાં ઈશ્વર તમને આ બધી આશિષો આપશે.