Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:23 - પવિત્ર બાઇબલ C.L.

23 મારો દૂત તમારી આગળ જશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જશે અને હું તેમનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે મારો દૂત તારી આગળ ચાલશે, ને અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા કનાની, હિવ્વી તથા યબૂસી લોકની પાસે તે તને લઈ જશે; અને હું તેઓને નષ્ટ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કારણ કે, મારો દૂત તમારી આગળ આગળ ચાલશે. અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે. અને હું તેઓનો સર્વનાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “કારણ કે માંરો દેવદૂત તમાંરી આગળ આગળ ચાલશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના પ્રદેશમાં લઈ જશે, અને હું તેઓનો સર્વનાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:23
13 Iomraidhean Croise  

આકાશના ઈશ્વર પ્રભુ જે મને મારા પિતાના ઘરમાંથી અને મારી જન્મ ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા અને જેમણે ‘હું તારા વંશજોને આ દેશ આપીશ’ એવું વચન મને સોગંદ ખાઈને આપ્યું હતું, તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવજે.


તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો.


ઇઝરાયલીઓને છોડાવવા પ્રભુએ ફેરો તથા ઇજિપ્તના લોકોના જે હાલહવાલ કર્યા હતા તે બધું મોશેએ યિથ્રોને કહ્યું. વળી, માર્ગમાં લોકોને જે કષ્ટ પડયું તથા પ્રભુએ તેમને કેવી રીતે બચાવ્યા તે પણ તેણે કહી સંભળાવ્યું.


“તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.


હું તમને ઇજિપ્તની વિપત્તિઓમાંથી છોડાવીને તમને દૂધમધની રેલમછેલવાળા દેશમાં એટલે કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી તથા યબૂસી જાતિઓના દેશમાં લઈ જવા વચન આપું છું.


આરોને તેમને કહ્યું, “તમારી પત્નીઓ, તમારા પુત્રો અને તમારી પુત્રીઓના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી લાવો.”


તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.


પરંતુ આજે તમને ખબર પડશે કે તમારા ઈશ્વર પ્રભુ પોતે ભસ્મ કરી નાખનાર અગ્નિની જેમ તમારી આગળ આગળ જશે. જેમ જેમ તમે આગેકૂચ કરશો તેમ તેમ ઈશ્વર પોતાના વચન પ્રમાણે તે પ્રજાઓનો પરાજય કરશે અને તેમને નમાવશે, જેથી તમે તેમને હાંકી કાઢીને તેમનો સત્વરે વિનાશ કરશો.


તમે દેશમાં આગળ વધતા ગયા તેમ તેમ પ્રભુએ મહાન અને શક્તિશાળી પ્રજાઓને હાંકી કાઢી છે અને કોઈ તમારી સામે ટક્કર ઝીલી શકાયું નથી.


યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”


હવે યર્દનની પશ્ર્વિમ તરફના, એટલે પહાડીપ્રદેશના, નીચાણના પ્રદેશના, અને ઉત્તરમાં છેક લબાનોન સુધી ભૂમધ્ય સમુદ્રના કિનારા પાસેના પ્રદેશના સર્વ રાજાઓએ ઇઝરાયલીઓના વિજયો વિષે સાંભળ્યું. એ તો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા.


Lean sinn:

Sanasan


Sanasan