Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 23:20 - પવિત્ર બાઇબલ C.L.

20 “તમને મુસાફરીમાં સંભાળવા અને મેં તૈયાર કરેલી જગ્યામાં તમને લઈ જવા હું તમારી આગળ મારા દૂતને મોકલું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જો, માર્ગે તને સંભાળવાને માટે; ને મેં જે ઠેકાણું તૈયાર કર્યું છે તેમાં તને લાવવાને માટે હું તારી આગળ દૂતને મોકલું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને તમારા માટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માટે હવે હું તમારી આગળ એક દૂત મોકલું છું તે રસ્તામાં તમારું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “અને તમાંરા માંટે મેં જે જગ્યા તૈયાર કરી છે ત્યાં તમને લઈ જવા માંટે હવે હું તમાંરી આગળ એક દેવદૂત મોકલું છું તે રસ્તામાં તમાંરું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 23:20
26 Iomraidhean Croise  

એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


ત્યારે મારા માલિકે કહ્યું, ‘જે પ્રભુની સમક્ષ હું ચાલુ છું તે પોતાના દૂતને તારી સાથે મોકલશે અને તારા પ્રવાસને સફળ બનાવશે. તારે મારાં કુટુંબીજનોમાંથી અને મારા પિતાના ઘરમાંથી મારા પુત્ર માટે પત્ની લાવવી.


આકાશના ઈશ્વર પ્રભુ જે મને મારા પિતાના ઘરમાંથી અને મારી જન્મ ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા અને જેમણે ‘હું તારા વંશજોને આ દેશ આપીશ’ એવું વચન મને સોગંદ ખાઈને આપ્યું હતું, તે તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવજે.


તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


કારણ, તારા સર્વ માર્ગોમાં તારી રક્ષા કરવા, ઈશ્વર પોતાના દૂતોને આજ્ઞા આપશે.


ઈશ્વરનો દૂત જે ઇઝરાયેલીઓનાં કુળસૈન્યો આગળ ચાલતો હતો તે ત્યાંથી ખસીને તેમની પાછળ ગયો. મેઘસ્થંભ પણ ખસીને તેમની પાછળ ગયો,


હે પ્રભુ, જ્યાં સુધી તમારા લોકોનું પ્રયાણ પૂરું ન થાય, જ્યાં સુધી તમે ગુલામીમાંથી છોડાવેલા લોકો પેલે પાર પહોંચી ન જાય, ત્યાં સુધી તમારા હાથનું સામર્થ્ય જોઈને તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.


હે પ્રભુ, જે જગ્યા તમારા નિવાસસ્થાન માટે તમે પસંદ કરી છે. જે પવિત્રસ્થાન તમે તમારે હાથે સ્થાપ્યું છે તેમાં, એટલે તમારા વતનના પર્વતમાં તમે તેમને લાવીને રોપશો.


મારો દૂત તમારી આગળ જશે અને તમને અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, કનાનીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જશે અને હું તેમનો નાશ કરીશ.


તેથી હવે તું આ લોકોને મેં તને જે સ્થળ વિષે કહ્યું છે ત્યાં દોરી જા. યાદ રાખ, મારો દૂત તને દોરશે. પરંતુ એક એવો દિવસ આવશે કે જ્યારે હું આ લોકને તેમનાં પાપની સજા કરીશ.”


પ્રભુએ કહ્યું, “હું તારી સાથે આવીશ અને તને વિજયી બનાવીશ.”


તને દોરવણી આપવા હું મારા દૂતને મોકલીશ અને હું કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરીઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને કાઢી મૂકીશ.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે.


સર્વસમર્થ પ્રભુનો આ જવાબ છે: “હું મારા રાજદૂતને મારે માટે માર્ગ તૈયાર કરવા મોકલીશ. પછી જેમની તમે આશા રાખો છો એ પ્રભુ એકાએક તેમના મંદિરમાં આવશે. તમે જે સંદેશકને જોવાની ઉત્કંઠા રાખો છો તે આવીને મારો કરાર પ્રગટ કરશે.”


તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ.


બલામ તેમની સાથે ગયો. તેથી ઈશ્વરનો કોપ સળગી ઊઠયો. બલામ પોતાના બે ચાકરો સાથે ગધેડી પર બેસીને જતો હતો ત્યારે તેને રોકવાને માટે પ્રભુનો એક દૂત તેના વિરોધી તરીકે રસ્તા વચ્ચે ઊભો રહ્યો.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો.


તેણે કહ્યું, “પ્રભુ સિનાઈ પર્વતથી આવ્યા, સૂર્ય ઊગે તેમ અદોમથી તેમના પર પ્રગટયા, પારાન પર્વતથી પોતાના લોક પર પ્રકાશ્યા, દશ હજાર દૂતો પાસેથી આવ્યા, તેમના જમણા હાથમાં તેમને માટે અગ્નિરૂપ નિયમ હતો.


તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો.


યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”


તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?”


પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan