નિર્ગમન 23:15 - પવિત્ર બાઇબલ C.L.15 આબીબ માસ, એટલે જે માસમાં તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા તેમાં, મેં તમને આપેલી આજ્ઞા પ્રમાણે ખમીરરહિત રોટલીનું પર્વ ઊજવો. પર્વના સાત દિવસ સુધી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. વળી, તમે મારી ભક્તિ કરવા આવો, તો અર્પણો લીધા વિના આવશો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 બેખમીર રોટલીનું પર્વ પાળ; એટલે તને મેં આજ્ઞા આપી છે તે પ્રમાણે આબીબ માસમાં ઠરાવેલે સમયે બેખમીર રોટલી તું સાત દિવસ ખા (કેમ કે તે [માસ] માં તું મિસરમાંથી નીકળ્યો); અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આબીબ મહિનામાં બેખમીરી રોટલીનું પર્વ પાળવું. તે વખતે સાત દિવસ સુધી મારી આજ્ઞા મુજબ તમારે બેખમીરી રોટલી ખાવી. કારણ કે, એ માસમાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા અને કોઈએ ખાલી હાથે મારી પાસે આવવું નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ15 પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ. Faic an caibideil |