Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 22:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જો કોઈ માણસ બળદ અથવા ઘેટું ચોરી લે અને પછી તેને મારી નાખે કે વેચી દે તો તેણે એક બળદના બદલામાં પાંચ બળદ અને એક ઘેટાના બદલામાં ચાર ઘેટાં પાછા આપવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 “જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈ માણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 22:1
9 Iomraidhean Croise  

તેણે પડાવી લીધેલી ઘેટીને બદલે તેના કરતાં ચારગણું ભરપાઈ તેણે કરી આપવું પડશે. કારણ, તેણે આવું ક્રૂર કૃત્ય કર્યું છે અને દયા દાખવી નથી.”


પરંતુ બળદને હુમલો કરવાની આદત હતી તેવું જાણમાં હોય અને તેનો માલિક તેને બાંધી રાખતો ન હોય તો તે બીજા માણસને જીવતો બળદ આપીને તેની નુક્સાની ભરી આપે, પણ મરી ગયેલું પ્રાણી તેનું થાય.


ખેતી કરવા બળદો ન હોય ત્યાં કોઠારો ખાલી હોય છે, પણ મજબૂત બળદોના ઉપયોગથી મબલક પાક પાકે છે.


જ્યારે તે પકડાઈ જાય ત્યારે તેણે સાતગણું ભરપાઈ કરવું પડે છે. અરે, પોતાના ઘરમાંનું સર્વસ્વ આપી દેવું પડે છે.


“તારાં વસ્ત્રો ગરીબ અને ભોળા લોકોના રક્તથી ખરડાયેલા છે; તારા ઘરમાં કંઈક ચોરી કરતા પકડાઈ ગયેલા એ લોકો નહોતા!


જેમ કે, એ દુષ્ટ માણસ પોતાને ત્યાં ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે ચોરેલી વસ્તુ પાછી આપે અને કંઈ પાપ ન કરતાં જીવનદાયક નિયમો પાળે તો તે માર્યો જશે નહિ, પણ નક્કી જીવશે.


તેણે પોતાનાં પાપની કબૂલાત કરવી અને નુક્સાન ભોગવનારને પૂરેપૂરી નુક્સાની ભરપાઈ કરી આપવી અને વધારાના વીસ ટકા આપવા.


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan