Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 21:8 - પવિત્ર બાઇબલ C.L.

8 માલિકે તેને પોતાની પત્ની થવા માટે રાખી હોય અને પછી તે તેને પસંદ ન પડે તો તે સ્ત્રીના પિતા પાસેથી મૂલ્ય લઈને તેને મુક્ત કરવી. માલિક તેને કોઈ પારકાને વેચી શકે નહિ, કારણ, તેણે તેની સાથે બેવફાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે માણસે તેને રાખી હોય તેને જો તે ન ગમે, તો તે તેનું મૂલ્ય લઈને તેને છૂટી થવા દે. પારકા લોકોને ત્યાં તેને વેચવાની સત્તા તેને નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે વ્યક્તિએ તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે છે, જો ધણીએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યુ હોય, તો તે તેણે બીજા લોકોને વેચવાનો હક્ક ગુમાંવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 21:8
13 Iomraidhean Croise  

તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી.


પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.


“જો કોઈ માણસે પોતાની પુત્રીને દાસી તરીકે વેચી હોય તો તેને દાસની જેમ મુક્ત કરવામાં ન આવે.


જો કોઈ માણસ પોતાના પુત્ર માટે કોઈ દાસી ખરીદે તો તેણે તેની સાથે પુત્રી જેવો વ્યવહાર રાખવો.


મોશેએ જવાબ આપ્યો, “તમારી પાસેથી બહાર ગયા પછી હું તરત જ પ્રભુને વિનંતી કરીશ કે આવતી કાલે તમારી પાસેથી, તમારા અમલદારો પાસેથી અને તમારી પ્રજા પાસેથી માખીઓ દૂર થાય. પણ અમને ફરીથી છેતરીને લોકોને પ્રભુ આગળ યજ્ઞ કરવા જવા દેવાની મનાઈ ફરમાવશો નહિ.”


તેમણે મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કર્યો છે, તેથી હું દેશને ઉજ્જડ બનાવી દઇશ. હું પ્રભુ એ બોલું છું.”


સ્ત્રી સાથે સગાઈ થઈ હોય એવો કોઈ છે? જો હોય તો તેને ઘેર જવાની પરવાનગી છે. નહિ તો, કદાચ તે યુધમાં માર્યો જાય અને તે સ્ત્રી બીજાની પત્ની થાય.’


પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.”


તેથી આજે તમે યરૂબ્બઆલ તથા તેના પરિવાર પ્રત્યે સાચી પ્રામાણિક્તા અને નિખાલસતાથી વર્ત્યા હો તો અબિમેલેખ તમને અને તમે અબિમેલેખને સુખરૂપ નીવડો.


શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.”


રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan