Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 21:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તો પછી તેને ઈશ્વરની આગળ લઈ જવો. ત્યાં ભક્તિસ્થાનમાં તેને દ્વાર આગળ બારસાખ સરસો ઊભો રાખી તેનો કાન વીંધવો. તે પછી તે હંમેશના માટે તેના માલિકનો દાસ બનશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તો તેનો શેઠ તેને ન્યાયાધીશોની રૂબરૂ લઈ જાય, ને તે તેને દ્વાર પાસે કે બારસાખ પાસે લાવે; અને તેનો શેઠ તેનો કાન આરથી વીંધે; એટલે કે તે સદાને માટે તેનો દાસ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જો આવું બને તો ગુલામના માલિકે તેને ઈશ્વરના સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જો આવું બને તો ગુલામના ધણીએ તેને ન્યાયધીશોને સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઉભો રાખીને સોય વતી તેનો કાન વીંધવો; એટલે તે તેના ધણીનો સદાને માંટે દાસ બની રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 21:6
24 Iomraidhean Croise  

તેમણે જવાબ આપ્યો, “તમારે આ લોકની સારી સેવા કરવી હોય, તો તેમને તેમની વિનંતીઓ સાનુકૂળ જવાબ આપો, એટલે તે વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”


ઈશ્વર દૈવી સભામાં અયક્ષનું સ્થાન લે છે, તે દેવોની ઉપસ્થિતિમાં ન્યાયચુકાદા આપે છે


“તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમનાં પ્રાણીઓનાં સર્વ પ્રથમજનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું.


“માણસો લડતા હોય ત્યારે કોઈ ગર્ભવતી સ્ત્રીને ઇજા થવાથી ગર્ભપાત થઈ જાય, પરંતુ તે સ્ત્રીને બીજી કોઈ ઇજા ન થાય તો તે સ્ત્રીનો પતિ ઠરાવે અને ન્યાયાધીશો તેને મંજૂરી આપે તેટલી નુક્સાની ઇજા પહોંચાડનાર વ્યક્તિ ભરી આપે.


પરંતુ જો તે દાસ સ્પષ્ટ કહે કે તે પોતાના માલિક પર, પોતાની પત્ની પર તથા પોતાનાં સંતાનો પર પ્રેમ કરે છે અને મુક્ત થવા માગતો નથી,


“જો કોઈ માણસે પોતાની પુત્રીને દાસી તરીકે વેચી હોય તો તેને દાસની જેમ મુક્ત કરવામાં ન આવે.


“ઈશ્વરની નિંદા ન કરો અને લોકોના આગેવાનોને શાપ ન દો.


વર્ષો પૂર્વે તારી પાસે હતા તેવા રાજર્ક્તાઓ અને સલાહકારો હું તને આપીશ. ત્યાર પછી યરુશાલેમ ન્યાયી અને પતિવ્રતા નારી જેવી નગરી તરીકે ઓળખાશે.


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


તે મજૂર કે પરદેશી જેવો ગણાય અને ઋણમુક્તિના વર્ષ સુધી તે તમારી સેવા કરશે.


તેના સેનાનાયકો ગરજતા સિંહ જેવા છે; મળેલું હાડકું ખાવાનું સવાર સુધી છોડે નહિ એવા ભૂખ્યા વરુઓ જેવા લોભી તેના ન્યાયાધીશો છે.


તે સમયે મેં તમારા ન્યાયાધીશોને આ પ્રમાણે ફરમાવ્યું હતું: તમારા જાતભાઈઓમાં ઊભી થયેલી તકરારોના કેસ યાનપૂર્વક સાંભળો. દરેક તકરારનો અદ્દલ ન્યાય તોળો, પછી તમારા જાતભાઈઓની અંદરોઅંદરની બાબત હોય કે તમારી મધ્યે વસતા પરદેશી સાથેની બાબત હોય.


“અને એમ થાય કે તેને તમારી સાથે અને તમારા કુટુંબ સાથે હેત હોવાથી અને તમારી સાથે તે સુખચેનમાં રહેતો હોવાથી તેને તમારી પાસેથી છૂટા થવાનું મન ન હોય,


તો તમારે તેને ઘરના બારણા સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો. પછી તે તમારો જીવનભરનો દાસ થશે. તમારી દાસીના સંબંધમાં પણ તમારે એ જ પ્રમાણે કરવું.


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


દાવિદે આખીશને કહ્યું, “જરૂર, હું તો તમારો સેવક છું અને હું શું કરી શકું છું તેની પણ તમને ખબર પડશે.” આખીશે કહ્યું, “ભલે, હું તને મારો કાયમી અંગરક્ષક બનાવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan