Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 21:2 - પવિત્ર બાઇબલ C.L.

2 જો તમે કોઈ હિબ્રૂ માણસને દાસ તરીકે ખરીદો તો તે છ વરસ સુધી તારી સેવા કરે, અને સાતમે વરસે તારે તેને વિનામૂલ્યે મુક્ત કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જો તું કોઈ હિબ્રૂ દાસ ખરીદે, તો તે છ વર્ષ સુધી ચાકરી કરે; અને સાતમે વર્ષે તે એમ ને એમ છૂટી જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “જો તમે કોઈ હિબ્રૂ દાસ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમાંરી સેવા કરે અને સાતમે વરસે તે છૂટો થઈ જાય અને તેણે ચુકવવાંનુ નહિ રહે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 21:2
18 Iomraidhean Croise  

ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો.


એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


“આપણા જે યહૂદી ભાઈઓને પરપ્રજાના ગુલામ તરીકે વેચાઈ જવું પડયું હતું તેમને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવી લીધા છે. હવે તમે તમારા ભાઈઓને પોતાના જ સાથી યહૂદી ભાઈઓના ગુલામ થવાની ફરજ પાડો છો!” આગેવાનોએ મૌન સેવ્યું અને શું કહેવું તે તેમને સૂઝયું નહિ.


પણ મૂલ્ય આપીને ખરીદેલો ગુલામ સુન્‍નત કરાવ્યા બાદ તેમાંથી ખાઈ શકે.


તે દાસ તરીકે અપરણીત આવ્યો હોય, તો પોતાની પત્ની સહિત છૂટો ન થાય. પણ જો તે લગ્ન કરીને આવ્યો હોય તો તેની સાથે તેની પત્ની પણ મુક્ત થઈને જાય.


“જો કોઈ માણસે પોતાની પુત્રીને દાસી તરીકે વેચી હોય તો તેને દાસની જેમ મુક્ત કરવામાં ન આવે.


જો તેને કોઈ રીતે સ્વતંત્ર કરવામાં ન આવે તો પછીના ઋણમુક્તિના વર્ષમાં તે અને તેનાં બાળકો સ્વતંત્ર થઈ જાય.


હવે આ દેવાદાર સેવક પાસે તેનું દેવું ભરપાઈ કરવા માટે પૂરતા પૈસા ન હતા. આથી રાજાએ હુકમ કર્યો કે તું, તારી પત્ની, બાળકો તથા તારી પાસે જે કંઈ છે તે બધું લઈને ગુલામ તરીકે વેચાઈ જા અને તારું દેવું ભરી દે.


ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા હોવાથી તમે હવે પોતાના નથી; પણ ઈશ્વરના છો. આથી તમારા શરીરનો ઉપયોગ ઈશ્વરના મહિમાર્થે કરો.


“દર સાતમું વર્ષ ઋણમુક્તિનું વર્ષ છે.


તમારા દાસને છૂટો કરવાનું તમને અઘરું લાગવું જોઈએ નહિ. કારણ, તેણે અર્ધા વેતનથી તમારે ત્યાં છ વર્ષ ચાકરી કરી છે, માટે એને છૂટા કરવાથી તમારા ઈશ્વર પ્રભુ તમારાં સર્વ કાર્યોમાં તમને આશીર્વાદ આપશે.”


મોશેએ તેમને આજ્ઞા કરી કે, “દર સાત વર્ષને અંતે ઋણમુક્તિના વર્ષમાં માંડવાપર્વ દરમ્યાન મુકરર કરેલ સમયે તમારે એનું વાંચન કરવું.


Lean sinn:

Sanasan


Sanasan