Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:8 - પવિત્ર બાઇબલ C.L.

8 “સાબ્બાથદિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:8
22 Iomraidhean Croise  

સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો.


ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો.


એ વખતે મેં યહૂદિયાના લોકોને સાબ્બાથદિને દ્રાક્ષ પીલતા જોયા. બીજા કેટલાક પોતાનાં ગધેડાં પર અનાજ, દ્રાક્ષાસવ, દ્રાક્ષો, અંજીર અને બીજી વસ્તુઓ લાદીને યરુશાલેમ લઈ જતા જોયા; મેં તેમને સાબ્બાથના દિવસે કંઈ નહિ વેચવા ચેતવણી આપી.


તમે તેમને તમારા સાબ્બાથો પવિત્ર પાળવાનું શીખવ્યું. અને તમારા સેવક મોશે મારફતે તમે તેમને આજ્ઞાઓ આદેશો અને નિયમો આપ્યાં.


“તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.


પ્રભુએ ઇઝરાયલી લોકોને આવું ફરમાવવા મોશેને આદેશ કર્યો: “તમારે સાબ્બાથ એટલે મારા વિશ્રામનો દિવસ નિશ્ર્વે પાળવો. કારણ, તે મારી તથા તમારી વચ્ચે પેઢી દરપેઢીનું પ્રતીક છે. એ પરથી તમને યાદ આવશે કે મેં પ્રભુએ તમને મારા પોતાના લોક થવા માટે અલગ કર્યા છે.


મોશેએ આખા ઇઝરાયલના સમાજને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે:


એ પ્રમાણે વર્તનાર અને એને વળગી રહેનાર, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનાર અને દુરાચારથી પોતાને દૂર રાખનાર માણસને હું આશિષ આપીશ.”


પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,


હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો તમને તમારો જીવ વહાલો હોય તો સાબ્બાથદિને કોઈ બોજ ઊંચકશો નહિ અને યરુશાલેમના દરવાજાઓમાં થઈને સાબ્બાથદિને કશું અંદર લાવશો નહિ.


એ જ પ્રમાણે તમારા ઘરોમાંથી સાબ્બાથદિને કશું બહાર લઈ જશો નહિ અને કોઈ રોજિંદું કામ કરશો નહિ. પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો. તમારા પૂર્વજોને પણ મેં આ વિષે આજ્ઞા આપી હતી;


હું પ્રભુ કહું છું કે જો તમે મારી વાત ખરેખર સાંભળો અને સાબ્બાથદિને આ નગરના દરવાજાઓમાંથી કોઈ માલસામાનની હેરફેર કરો નહિ, પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો અને તેમાં કોઈ રોજિંદું કામ ન કરો,


મારા સાબ્બાથો પવિત્ર માનો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બને અને તેથી તમને ખ્યાલ રહે કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.’


દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


“તમે મારા સાબ્બાથદિન પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું.


“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.


મારા સાબ્બાથ પાળો અને મારા પવિત્રસ્થાનને માન આપો. હું પ્રભુ છું.


ઇઝરાયલીઓ ત્યાં રણપ્રદેશમાં હતા તે સમયે સાબ્બાથના દિવસે એક માણસ લાકડાં વીણતો પકડાયો.


‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો.


Lean sinn:

Sanasan


Sanasan