Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તમારે તેઓને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેઓની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમારો ઈશ્વર યહોવાહ છું અને આવેશ રાખનાર છું. મારા લોકો જગતના દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે મારી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ મારા દુશ્મન બને છે અને હું તેઓને અને તેઓના સંતાનોને ત્રીજી તથા ચોથી પેઢી સુધી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમાંરે તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા નહિ કે તેમની પૂજા કરવી નહિ. કારણ કે હું જ તમાંરો દેવ યહોવા છું. માંરા લોકો બીજા દેવોની પૂજા કરે એ મને પસંદ નથી. જે માંરી વિરુદ્ધ પાપ કરે છે, તેઓ માંરા દુશ્મન બને છે, અને હું તેમને અને તેમના સંતાનોને ત્રીજી અને ચોથી પેઢી સુધી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:5
65 Iomraidhean Croise  

દાવિદના અમલ દરમ્યાન ભયંકર દુકાળ પડયો અને તે સતત ત્રણ વર્ષ ચાલ્યો. તેથી દાવિદે તે વિષે પ્રભુને પૂછી જોયું. પ્રભુએ કહ્યું, “ગિબ્યોનીઓને મારી નાખવા બદલ શાઉલ અને તેના કુટુંબ પર ખૂનનો દોષ લાગેલો છે.”


તેથી તેના વંશના સાત પુરુષોને અમારે સ્વાધીન કરો કે અમે તેમને પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા શાઉલના નગર ગિબ્યામાં પ્રભુની સમક્ષ ફાંસી દઈશું.” રાજાએ જવાબ આપ્યો, “હું તેમને તમારે સ્વાધીન કરીશ.”


તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!”


“આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.”


પ્રભુએ ઇઝરાયલની સાથે કરાર કર્યો હતો અને તેમને આદેશ આપ્યો હતો. “અન્ય દેવોની ઉપાસના કરશો નહિ; તેમની આગળ નમશો નહિ, અથવા તેમની સેવા કરશો નહિ અથવા તેમને બલિદાન ચડાવશો નહિ.


એમ એ પ્રજાઓ પ્રભુની ઉપાસના કરતી તો સાથે સાથે તેમની કોરેલી મૂર્તિઓની પૂજા પણ કરતી, અને આજ દિન સુધી તેમના વંશજો પણ એમ જ કરતા આવ્યા છે.


પણ મનાશ્શા રાજાનાં કાર્યોથી યહૂદિયા પર સળગી ઊઠેલો પ્રભુનો ભારે કોપ હજી શમી ગયો નહોતો.


હું મારા રાજા સાથે અરામના દેવ રિમ્મોનના મંદિરમાં જઉં છું, ત્યારે તેની આગળ નમું છું એ બાબતમાં પ્રભુ મને ક્ષમા કરો. પ્રભુ મને જરૂર ક્ષમા કરશે.”


હવે નામાનનો કોઢ તારા પર અને તારા વંશજો પર હમેશાં ઊતરશે!” ગેહઝી ગયો ત્યારે તેને કોઢ લાગેલો હતો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી.


અદોમીઓને હરાવીને અમાસ્યા પાછો ફર્યો ત્યારે પોતાની સાથે તેમની મૂર્તિઓ લેતો આવ્યો. તેણે તેમની સ્થાપના કરી તેમની ભક્તિ કરી અને તેમની આગળ ધૂપ બાળ્યો.


“પણ તું કે તારા લોક મેં તમને આપેલા મારા નિયમો કે આજ્ઞાઓની અવજ્ઞા કરશો અને અન્ય દેવોની ભક્તિ કરશો, તો મેં આપેલા આ દેશમાંથી હું તમારું નિકંદન કાઢી નાખીશ અને મેં મારા નામની આરાધના માટે પવિત્ર કરેલ


કહેવાય છે કે, “ઈશ્વર દુષ્ટોનાં સંતાનો માટે અવદશા સંઘરી રાખે છે. પરંતુ પાપીઓને તેમનાં પાપની સજા થાય તો તેમને સમજ પડે!


તેનાં સંતાનો તદ્દન લાચાર હોય છે, તેઓ પરેશાન થાય છે; કારણ, નગરના ન્યાયપંચમાંય તેમની હિમાયત કરનાર કોઈ નથી.


પ્રભુની સંમુખ તેના પૂર્વજોના દોષ સંભારવામાં આવો, અને તેની માતાનાં પાપો કદી ભૂંસાઈ ન જાઓ.


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


હે ઈશ્વર, અમારા પૂર્વજોના પાપોને લીધે એમને સજા ન કરો. તમારી અનુકંપા અમને જલદી આવી મળો; કારણ, અમે ખૂબ નાસીપાસ થઈ ગયા છીએ.


પ્રભુના દ્વેષકો તેમની આગળ દયથી નમી પડશે, અને તેમને કાયમની સજા થશે.


તમે તેમના દેવોની આગળ નમશો નહિ કે તેમની પૂજા કરશો નહિ. વળી, તમે તેમના ધાર્મિક રીતરિવાજ અપનાવશો નહિ. તમે તેમના દેવોનો નાશ કરજો અને તેમના ધાર્મિક સ્તંભોના ચૂરેચૂરા કરી નાખજો.


“તમારે બીજા કોઈ દેવની પૂજા કરવી નહિ. કારણ, હું યાહવે મારા કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતો નથી.


પણ મારાથી વંચિત રહેનાર પોતાની જાતનું જ નુક્સાન વહોરી લે છે, અને મને ધિક્કારનાર મોત પસંદ કરે છે.”


એ વૃક્ષનાં લાકડાં માણસો માટે બળતણના કામમાં આવે છે. માણસ થોડાં લાકડાં સળગાવી તાપે છે. વળી, તેનાથી અગ્નિ પેટાવી તે પર રોટલી શેકે છે. એ જ લાકડામાંથી તે દેવ ઘડીને તેની પૂજા કરે છે; તે મૂર્તિ બનાવી તેની આગળ નમે છે.


એ લોકોમાંથી કોઈ વિચારતું નથી અથવા કોઈનામાં એવું કહેવાને જ્ઞાન કે સમજણ નથી કે, “મેં લાકડાના કેટલાક ભાગનો બળતણ તરીકે ઉપયોગ કર્યો; તેના અંગારા પર મેં રોટલી શેકીને તથા માંસ પકાવીને ખાધું, તો હવે હું બાકીના લાકડામાંથી તિરસ્કારપાત્ર મૂર્તિ બનાવું? એમ કરીને શું હું લાકડાના ટુકડાને પગે પડું?”


તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ.


તમે હજારો પેઢીઓ સુધી તમારો અવિચળ પ્રેમ દર્શાવો છો; પણ પૂર્વજોના દોષ માટે તેમનાં સંતાનોને ભરીપૂરીને શિક્ષા કરો છો. તમે મહાન અને સામર્થ્યવાન ઈશ્વર છો તમારું નામ સેનાધિપતિ યાહવે છે.


“તમે પૂછશો કે, ‘પોતાના પિતાનાં પાપને લીધે પુત્રને કેમ સજા થવી ન જોઈએ?’ તેનો ઉત્તર આ છે: પુત્ર ન્યાય, નીતિ અને સચ્ચાઇથી વર્ત્યો છે. તેણે મારા સર્વ નિયમો નિષ્ઠાથી પાળ્યા છે, તેથી તે નક્કી જીવશે.


“ઇઝરાયલ દેશમાં તમે શા માટે કહેવતનો વારંવાર ઉપયોગ કરો છો કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષ ખાધી અને સંતાનોનાં દાંત ખટાઇ ગયા?’


મેં તેમને કહ્યું હતું કે, તમે જેમનું ધ્યાન ધર્યું છે એ ધિક્કારપાત્ર મૂર્તિઓને ફેંકી દો ને ઇજિપ્તની મૂર્તિઓથી પોતાને અશુદ્ધ ન કરો, કારણ, હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ.


તેણે હાથ જેવું કશુંક લંબાવ્યું અને મારા માથાના વાળ પકડયા. ઈશ્વરના આત્માએ મને આકાશ તથા પૃથ્વી વચ્ચે ઊંચકી લીધો અને દૈવી સંદર્શનમાં યરુશાલેમ લઈ જઈ મંદિરના અંદરના પટાંગણના ઉત્તર તરફના અંદરના દરવાજાની પાસે લઈ ગયો. ત્યાં ઈશ્વરને કોપાયમાન કરે તેવી મૂર્તિ સ્થાપેલી હતી.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


છતાં જો તે ન બચાવે તો પણ હે રાજા, આપ જાણી લો કે અમે આપના દેવની કે આપે સ્થાપેલી સુવર્ણમૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરવાના નથી.”


તો હું તેની, તેના કુટુંબની અને તેની સાથે એમાં ભળી જનારાઓની વિરુદ્ધ થઈશ. તેમણે મારા પ્રત્યેની તેમની વફાદારીનો ત્યાગ કરીને મોલેખ દેવની પૂજા કરી છે તે માટે મારા લોક મધ્યેથી હું તેમનો બહિષ્કાર કરીશ.


પ્રભુએ કહ્યું, “તમે પૂજા કરવા માટે મૂર્તિઓ, પ્રતિમા, સ્તંભ કે કોતરેલા પથ્થર બનાવશો નહિ. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.


તમે એવી ભૂખે ટળવળશો કે તમે તમારા પોતાનાં જ બાળકોનું માંસ ખાશો.


પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.


‘હું પ્રભુ જલદી કોપાયમાન થતો નથી, પણ હું અત્યંત દયાળુ છું. હું અન્યાય અને વિદ્રોહની ક્ષમા કરું છું; પરંતુ દોષિતને જરૂર સજા ફટકારું છું અને માતાપિતાનાં અપરાધને લીધે ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાન સુધી સજા કરવાનું હું ચૂક્તો નથી.’ એ શબ્દો હવે સાચા પાડો.


તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે.


પછી શેતાને કહ્યું, જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધું હું તને આપીશ.


“દુનિયા તમારો તિરસ્કાર કરે ત્યારે યાદ રાખજો કે તેણે પ્રથમ મારો તિરસ્કાર કર્યો છે.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?”


તેઓ ચુગલીખોર, નિંદાખોર, ઈશ્વરનો ઇન્કાર કરનારા, ઉદ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, માતાપિતાની આજ્ઞા નહિ માનનારા,


માનવી સ્વભાવ પ્રમાણે ચાલતો માણસ ઈશ્વરનો દુશ્મન બને છે; કારણ, તે ઈશ્વરના નિયમને આધીન થતો નથી. હકીક્તમાં તો, તે આધીન થઈ શક્તો જ નથી.


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


જે ઈશ્વર જ નથી તેમની પૂજા કરીને તેમણે મને ક્રોધિત કર્યો છે. પોતાની વ્યર્થ મૂર્તિઓથી તેમણે મને આવેશી બનાવ્યો; તેથી જેઓ પ્રજા નથી તેમના વડે હું તેમને ચીડવીશ અને મૂર્ખ પ્રજા વડે હું તેમને ક્રોધિત કરીશ.


જ્યારે હું મારી ચમક્તી તલવાર ધારદાર કરીશ, અને મારા હાથમાં ન્યાયદંડ ધારણ કરીશ, ત્યારે મારા શત્રુઓ પર હું વેર વાળીશ, અને મારા દ્વેષીઓને હું સજા કરીશ.


કારણ, તમારા ઈશ્વર પ્રભુ ભસ્મ કરી નાખનાર અગ્નિ સમાન અને આવેશી ઈશ્વર છે.


પણ જેઓ મારા પર પ્રેમ રાખે છે તથા મારી આજ્ઞાઓનું પાલન કરે છે તેમના સંબંધમાં તો તેમની હજારો પેઢીઓ સુધી હું અવિચળ પ્રેમ દર્શાવું છું.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ, અથવા તેમની ભક્તિ કરશો નહિ, કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનારા સૌને સજા કરું છું.


જો તમે અન્ય દેવદેવીઓની પૂજા કરશો તો તમારા ઈશ્વર પ્રભુનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠશે અને પૃથ્વીના પટ પરથી તે તમારો સમૂળગો વિનાશ કરશે. કારણ, તમારી મધ્યે વસનાર તમારા ઈશ્વર પ્રભુ કોઈ પ્રતિસ્પર્ધી પ્રત્યેની તમારી નિષ્ઠા સાંખી લેતા નથી.


પરંતુ તેમનો તિરસ્કાર કરનારાઓ પાસેથી સામી છાતીએ બદલો લઈને તેમનો વિના વિલંબે નાશ કરે છે.


હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.


તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!”


વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ.


યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી.


પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા.


Lean sinn:

Sanasan


Sanasan