Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:26 - પવિત્ર બાઇબલ C.L.

26 વળી, તમે વેદી ઉપર સીડી દ્વારા ચડશો નહિ; કારણ, એમ કરવા જતાં કદાચ તમારી નગ્નતા દેખાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેમ જ તારે મારી વેદી ઉપર સીડીથી ન ચઢવું, રખેને તે ઉપર તારી નગ્નતા દેખાય’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તેમ જ તમાંરે પગથિયાં ઉપર થઈને માંરી વેદી ઉપર ચઢવું નહિ, જેથી તમાંરી નગ્નતા દેખાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:26
8 Iomraidhean Croise  

સંતોની સભામાં તે આરાધ્ય ઈશ્વર છે અને તેમની આસપાસના સૌના કરતાં તે જ મહાન અને આરાધ્ય છે.


વળી, તેમને માટે કમરથી જાંઘ સુધી પહોંચે એવા અળસી રેસામાંથી સફેદ જાંઘિયા બનાવવા, જેથી તેમની નગ્નતા દેખાય નહિ.


આરોન તથા તેના પુત્રો મુલાકાતમંડપમાં જાય અથવા પવિત્રસ્થાનમાં યજ્ઞકારો તરીકે સેવા કરવા વેદી પાસે આવે ત્યારે તેઓ હમેશાં જાંઘિયા પહેરે; જેથી તેમની નગ્નતા ન દેખાય અને તેઓ માર્યા ન જાય. આરોન તથા તેના વંશજો માટે આ કાયમી નિયમ છે.


તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી.


વચ્ચેનો ભાગ પણ સમચોરસ હતો એટલે કે તે દરેક બાજુએ સાત મીટરનો હતો. એની આજુબાજુની ફરતી કિનારી પચીસ સેન્ટીમીટર ઊંચી હતી. નીક પચાસ સેન્ટીમીટર પહોળી હતી. વેદી પર જવાના પગથિયાં પૂર્વ દિશામાં હતાં.


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


શાસ્ત્રમાં લખ્યું છે, “હું પવિત્ર છું, માટે તમારે પવિત્ર બનવું જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan