Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 20:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને સર્વ લોકોએ ગર્જના તથા વીજળી તથા રણશિગંડાનો અવાજ તથા ધુમાતો પર્વત જોયાં; અને તે જોઈને લોકોને ધ્રજારી છૂટી, ને તેઓ દૂર ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ધુમાડો જોઈને ભયભીત થઈને થરથર ધ્રૂજતા દૂર જ ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 બધા લોકો ગર્જના, અને રણશિંગડાનો નાદ સાંભળીને તથા વીજળીના ચમકારા અને પર્વતમાંથી નીકળતો ઘુમાંડો જોઈને ભયભીત થઈને થરથર ઘ્રૂજતાં દૂર જ ઊભા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 20:18
13 Iomraidhean Croise  

સૂર્ય આથમી ગયો અને અંધારું થયું ત્યારે એક ધૂમાતી સગડી અને સળગતી મશાલ પેલા પ્રાણીઓના ટુકડાઓ વચ્ચે થઈને પસાર થઈ.


પુરુષે જવાબ આપ્યો, “મેં બાગમાં તમારો પગરવ સાંભળ્યો અને હું નગ્ન હોવાથી મને ડર લાગ્યો એટલે હું સંતાઈ ગયો.”


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


પ્રભુ કહે છે, “હું માત્ર એક જ સ્થાનમાં સીમિત એવો ઈશ્વર નથી; હું તો સર્વવ્યાપી ઈશ્વર છું.


તમે હોરેબ પર્વત પાસે એકત્ર થયા હતા ત્યારે તમે એવી માગણી કરી કે તમારે ફરીથી તમારા ઈશ્વર પ્રભુની વાણી સીધેસીધી સાંભળવી નથી અને તેમની ઉપસ્થિતિનો મહાન અગ્નિ પણ જોવો નથી; કારણ, તમને માર્યા જવાનો ભય હતો.


તમને બોધ આપવા માટે તેમણે તમને આકાશમાંથી પોતાની વાણી સંભળાવી અને અહીં પૃથ્વી પર મહાન અગ્નિ દેખાડયો અને તે અગ્નિ મધ્યેથી તમે તેમના શબ્દો સાંભળ્યા.


“પર્વત પર અગ્નિની જ્વાળાઓ ભભૂક્તી હતી ત્યારે અંધકાર મધ્યેથી નીકળતી વાણી તમે સાંભળીને તમારા સર્વ કુળોના અધિકારીઓએ અને આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું,


પરંતુ અમારે શા માટે વધારે વાર મોતનું જોખમ વહોરવું? કારણ, આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો આપણા ઈશ્વર પ્રભુની વાણી અમે વધારે વાર સાંભળીશું તો અમે જરૂર માર્યા જઈશું.


તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’


તે સમયે તમને પ્રભુની વાણી કહેવાને હું પ્રભુની અને તમારી વચ્ચે ઊભો રહ્યો હતો. કારણ, તમે અગ્નિથી બીતા હતા અને પર્વત પર ચડયા નહોતા. પ્રભુએ કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan