Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 2:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશકાય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીંપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદીકાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તેથી વધારે સમય તેને સંતાડવા તે અશક્ત હોવાથી તેણે તેને માટે ગોમતૃણની એક પેટી લીધી, ને તેને ચીકણી માટીથી તથા ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડયો, અને પેટીને નદીને કાંઠે બરુઓ મધ્યે મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પણ પછી તેને સંતાડી રાખવાનું શક્ય ન રહ્યું એટલે તેણે નેતરનો એક કરંડિયો લીધો, તેને ડામરથી લીપ્યો જેથી તે તરતો રહે. તેમાં બાળકને સુવાડીને કરંડિયો તે નદી કિનારે બરુઓમાં મૂકી આવી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 2:3
10 Iomraidhean Croise  

તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ અને તેમને પકવીએ.” તેમની પાસે બાંધકામ માટે પથ્થરને બદલે ઈંટો અને માટીના ગારાને બદલે ડામર હતાં.


સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા.


તો હવે તું તારે માટે ગોફેરવૃક્ષના લાકડામાંથી વહાણ બનાવ, તેમાં તું ઓરડીઓ બનાવ, વહાણને અંદર તેમ જ બહાર ડામર લગાવ.


છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.


ત્યાંથી નાઇલ નદીમાં સરકટની હોડીઓમાં રાજદૂતો આવે છે. હે શીઘ્ર સંદેશકો, તમે પાછા વળો! જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે તેવી કદાવર અને સુંવાળી પ્રજા પાસે, દૂરસુદૂર જેની ધાક છે તેવી પ્રજા પાસે, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા પાસે સંદેશો લઈ જાઓ.


નદીની નહેરો દુર્ગંધ મારશે અને તેમનાં પાણી ઓસરી જશે; ઇજિપ્તનાં ઝરણાં પણ સુકાઈ જશે અને બરુ તથા પોયણાં કરમાઈ જશે.


મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.


તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


તેણે આપણા લોકો સાથે કપટ કર્યું અને આપણા પૂર્વજો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમનાં બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી.


Lean sinn:

Sanasan


Sanasan