Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 2:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આ રુદન અને આર્તનાદ સાંભળીને ઈશ્વરને ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું સ્મરણ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 2:24
33 Iomraidhean Croise  

પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “તું ખાતરીપૂર્વક જાણી લે કે તારા વંશજો પરદેશમાં ભટકશે, ચારસો વર્ષ સુધી તેઓ ગુલામી ભોગવશે અને તેમના પર અત્યાચારો થશે;


તેણે કહ્યું, “તું ગર્ભવતી છે, ને તને પુત્ર જનમશે. તું તેનું નામ ઇશ્માએલ [ઈશ્વર સાંભળે છે] પાડજે. કારણ, પ્રભુએ તારા દુ:ખનો પોકાર સાંભળ્યો છે.


હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.


“પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.


પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “તું ઇજિપ્તમાં જઈશ નહિ, પણ આ દેશમાં હું તને કહું ત્યાં જ રહેજે.


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.


ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”


પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે.


જે દેશ મેં અબ્રાહામને અને ઇસ્હાકને વતન તરીકે આપ્યો હતો તે હું તને અને તારા પછી તારા વંશજોને આપીશ.”


ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.


મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો.


જેથી તે બંદીવાનોના નિ:સાસા સાંભળે અને મૃત્યુદંડ પામેલાને મુક્ત કરે.


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી.


મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


તેમણે તમને પોકાર કર્યો, એટલે તેઓ બચી ગયા. તેમણે તમારા પર ભરોસો મૂક્યો એટલે તેઓ નાસીપાસ થયા નહિ.


તમારા લોકમાંથી બંદીવાન બનેલાઓના નિ:સાસા તમને પહોંચો, અને જેમને હણી નાખવા શત્રુઓએ નક્કી કર્યું છે, તેમને તમારા ભુજના સામર્થ્યથી ઉગારો.


હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાર્યો છે.


તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ.


ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’


પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.


“આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan