Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ‘મેં પ્રભુએ ઇજિપ્તીઓની જે દશા કરી તે તમે તમારી નજરે જોઈ છે. વળી, જેમ ગરુડ પોતાનાં બચ્ચાંને પાંખો પર ઉપાડી લે છે તેમ હું તમને ઉપાડીને મારી પાસે લાવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મેં મિસરીઓને જે વિતાડયું, તથા કેવી રીતે હું તમને ગરૂડની પાંખો ઉપર ઊંચકીને મારી પાસે લાવ્યો તે તમે જોયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ‘તમે તમારી નજરે જોયું કે મેં મિસરવાસીઓને શું શું કર્યું છે. અને તમને મિસરમાંથી ગરુડની જેમ પાંખો પર ઊંચકીને હું મારી પાસે કેવી રીતે લાવ્યો.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:4
15 Iomraidhean Croise  

પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.


તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.


શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.


તમારા ઈશ્વર પ્રભુ તમારી મોખરે ચાલે છે અને તે તમારે માટે યુધ કરશે, અને તમારી સમક્ષ તેમણે ઇજિપ્તમાં અને રણપ્રદેશમાં જેવાં કાર્યો કર્યાં તેવાં કાર્યો તે કરશે.”


તમે જોયું છે કે તમે આ સ્થળે સહીસલામત આવી પહોંચ્યા ત્યાં સુધી માણસ પોતાના બાળકને ઊંચકી લે તેમ તમારા ઈશ્વર પ્રભુએ તમને તમારા પ્રવાસના આખે રસ્તે ઊંચકી લીધા.


હોરેબ પર્વત પર પ્રભુએ ઇઝરાયલના લોકો સાથે કરેલા કરાર ઉપરાંત મોઆબ દેશમાં તેમની સાથે જે કરાર કરવાની તેમણે મોશેને આજ્ઞા આપી તે નીચે પ્રમાણે છે:


મોશેએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ ઇજિપ્ત દેશમાં ફેરોની, તેના અધિકારીઓની અને તેના સમસ્ત દેશની કેવી દુર્દશા કરી તે બધું તમે નજરોનજર જોયું છે;


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


તમારે લીધે તમારા ઈશ્વર પ્રભુએ આ બધી પ્રજાઓની શી દશા કરી છે તે બધું તમે જાતે જોયું છે. તમારા ઈશ્વર પ્રભુએ તમારે પક્ષે રહીને યુદ્ધ કર્યુ હતું.


પણ તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી જેથી તે રણમાં જઈ શકે કે, જેથી ત્યાં સર્પના હુમલાથી તેનું રક્ષણ કરીને સાડાત્રણ વર્ષ સુધી તેની સંભાળ લેવામાં આવે.


Lean sinn:

Sanasan


Sanasan