Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 વળી, જે યજ્ઞકારો મારી પાસે આવે તેઓ પણ પોતે શુદ્ધ થઈને આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને વળી જે યાજકો યહોવાની હજૂરમાં આવે, તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 વળી જે યાજકો મારી નજીક આવે, તેઓએ પોતાને શુદ્ધ કર્યા નહિ હોય તો હું તેઓને સખત સજા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 વળી જે યાજકો માંરી નજીક આવે, તેઓ પોતાને શુદ્ધ કરે નહિ તો હું તેમને સખત સજા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:22
17 Iomraidhean Croise  

પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.”


બીજા માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાયજ્ઞ માટે હલવાન કાપ્યાં. એ જોઈને વિધિગત રીતે શુદ્ધ નહિ થયેલ યજ્ઞકારો અને લેવીઓ એવા શરમાઈ ગયા કે તેમણે પ્રભુને પોતાનું સમર્પણ કર્યું, અને તેથી તેઓ હવે પ્રભુના મંદિરમાં દહનબલિ લાવ્યા.


તેઓ નિયત સમયે પ્રથમ માસમાં પાસ્ખાપર્વ ઊજવી શક્યા નહોતા; કારણ, યજ્ઞકારોએ પોતાને વિધિગત રીતે શુદ્ધ કર્યા ન હોઈ, પૂરતી સંખ્યામાં યાજકો ઉપલબ્ધ નહોતા અને લોકો તો મોટી સંખ્યામાં યરુશાલેમમાં એકઠા થતા.


પ્રભુએ કહ્યું, “નીચે જઈને તારી સાથે આરોનને લઈ આવ. પરંતુ યજ્ઞકારો અને લોકો સીમા ઓળંગીને મારી પાસે ન આવે, નહિ તો હું તેમના પર પ્રહાર કરીશ.”


હવે જો તમે મને આધીન થશો અને મારો કરાર પાળશો તો તમે મારા અતિ મૂલ્યવાન લોક બની રહેશો. કારણ, સમસ્ત પૃથ્વી મારી છે.


પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું.


નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.


“તું લોકોને આ પ્રમાણે કહે, ‘પોતાને શુધ કરીને આવતી કાલને માટે તૈયાર થાઓ. તમને ખાવા માટે માંસ મળશે.’ તમે પ્રભુના સાંભળતાં રડી રડીને કહ્યું હતું કે ‘અમને ખાવાને માંસ કોણ આપશે? ઇજિપ્તમાં અમે કેવા સુખી હતા!’ તેથી હવે પ્રભુ પોતે તમને ખાવાને માટે માંસ આપશે અને તમારે તે ખાવું જ પડશે.


તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી.


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


Lean sinn:

Sanasan


Sanasan