Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તું લોકોને માટે પર્વતની ચારે બાજુએ હદ ઠરાવજે અને તેમને કહેજે કે કોઈ પર્વત પર ચડે નહિ કે તેની નજીક પણ ન આવે. જો કોઈ પર્વતને અડકે તો તે નિશ્ર્વે માર્યો જાય. તમારે તેવા માણસનો સ્પર્શ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તું લોકોને માટે ચોગરદમ હદ ઠરાવીને કહે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા ના, ને તેની કોરને અડકતા ના. જે કોઇ પર્વતને અડકશે તે નિશ્ચે માર્યો જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે વેળાએ તું પર્વતની ચારેબાજુ લોકોને માટે હદ નક્કી કરજે અને તેઓને કહેજે કે, ‘સાવચેત રહેજો, પર્વત પર ચઢશો નહિ અને તેની તળેટીને પણ અડકશો નહિ. અને જે કોઈ તેને અડકશે તે નિશ્ચે માર્યો જશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 અને તું પર્વતની ચારે બાજુ લોકોને માંટે હદ બાંધી આપજે, અને તેમને કહેજે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા નહિ, ને તેની તળેટીને પણ અડકતા નહિ, અને જે કોઈ તેને અડકશે તેનો વધ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:12
11 Iomraidhean Croise  

પછી ફેરોએ મોશેને કહ્યું, “મારી આંખો આગળથી દૂર જા. ખબરદાર, હવે પછી મારું મોં જોયું છે તો! કારણ, જે દિવસે હું તને જોઈશ તે જ દિવસે તું માર્યો જશે.”


પ્રભુએ મોશેને કહ્યું, “નીચે જઈને લોકોને ચેતવણી આપ કે તેઓ સીમા ઓળંગીને મને જોવા માટે નજીક ન આવે; જો તેમ કરશે તો ઘણા મૃત્યુ પામશે.


મોશેએ પ્રભુને કહ્યું, “લોકો પર્વત પાસે આવી શકે તેમ નથી. કારણ, તમે અમને પર્વતની ચારે બાજુએ સીમા ઠરાવી તેને પવિત્ર રાખવા આજ્ઞા આપી છે.”


મોશે તું એકલો જ મારી પાસે આવ અને બીજા કોઈ પાસે આવે નહિ; લોકો તો પર્વત પાસે પણ ન આવે.”


તમે જે દેશમાં જાઓ છો ત્યાંના રહેવાસીઓ સાથે કોઈપણ જાતનો સંધિ-કરાર કરશો નહિ; નહિ તો તે તમારે માટે ફાંદારૂપ થઈ પડશે.


કોઈ તારી સાથે ઉપર ન આવે; વળી, પર્વત પર કોઈ માણસ જોવા ન મળે; અને ઘેટાંબકરાં કે ઢોરઢાંક પણ પર્વતની તળેટીમાં ચરવા ન આવે.”


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


“તમે અત્યંત સાવધ રહેજો અને જાતે જ ખંતથી કાળજી રાખજો કે તમારી નજરે જોયેલાં કાર્યો ભૂલી જશો નહિ. પણ જીવંતપર્યંત તમે તેમને તમારા અંત:કરણમાં ઠસાવી રાખજો. તમારાં સંતાનોને તથા તમારાં સંતાનોનાં સંતાનોને તે કાર્યો વિષે શીખવજો.


ઇઝરાયલી લોકોની માફક તમે સ્પર્શી શકાય એવા સિનાઈ પર્વત આગળ આવીને ઊભા નથી. ત્યાં તો અગ્નિની જ્વાળાઓ ભડભડતી હતી,


પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.”


Lean sinn:

Sanasan


Sanasan