Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1-2 ઇઝરાયલીઓ રફીદીમ- માંથી નીકળ્યા, અને ઇજિપ્તમાંથી નીકળ્યાને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણપ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલીઓ મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસને પહેલે જ દિવસે સિનાઇ અરણ્યમાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મિસર દેશમાંથી પ્રયાણ કર્યા પછી ત્રીજા માસના પ્રથમ દિવસે જ ઇઝરાયલીઓ સિનાઈના અરણ્યમાં આવી પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 19:1
16 Iomraidhean Croise  

“આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે.


પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.


તમારે એને આ માસના ચૌદમા દિવસ સુધી રાખવું અને તે દિવસે સંધ્યા સમયે ઇઝરાયલના આખા સમુદાયે એ હલવાન કાપવાં.


પછી ઇઝરાયલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના પંદરમે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણપ્રદેશમાં આવી પહોંચ્યા.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.


તેથી હું તેમને ઇજિપ્તમાંથી મુક્ત કરીને રણપ્રદેશમાં લઇ આવ્યો.


ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું:


અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.


સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની લેવીઓનાં ગોત્ર અને કુટુંબ પ્રમાણે નોંધણી કર.”


રફીદીમથી હોર પર્વત જતાં સુધી તેમણે નીચેનાં સ્થળોએ પડાવ નાખ્યો: સિનાઈનો રણપ્રદેશ, કિબ્રોથ-હાત્તાવાહ, હસેરોથ, રિથ્મા, રિમ્મોન-પેરેસ, લિબ્ના, રિસ્સા, કહેલાથા, શેફેર પર્વતની તળેટી, હરાદા, માકહેલોથ, તાહાથ, તેરા, મિથ્કા, હાશ્મોના, મોસેરોથ, બની-યાઅકાન, હોર-હાગિદગાદ, યોટબાથા, આબ્રોના, એસ્યોન-ગેબેર, સીનનો રણપ્રદેશ (એટલે કાદેશ). કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે પડાવ નાખ્યો.


તેણે કહ્યું: “આપણા ઈશ્વર પ્રભુએ આપણને હોરેબ પર્વત પર કહ્યું હતું કે, ‘આ પર્વત પાસે તમે લાંબો સમય રહ્યા છો.


તે દિવસે તમે હોરેબ પર્વત પાસે તમારા ઈશ્વર પ્રભુ સમક્ષ ઊભા હતા ત્યારે પ્રભુએ મને કહ્યું હતું કે, ‘આ લોકોને મારી સમક્ષ એકત્ર કર જેથી તેઓ મારી વાણી સાંભળે અને પૃથ્વી પર તેમના સમગ્ર જીવનપર્યંત મને સન્માન આપતાં શીખે અને તેમનાં સંતાનોને પણ એ રીતે વર્તવાને શીખવે.’


“હોરેબ પર્વત પર પ્રભુ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહિ. તેથી પોતા વિષે અત્યંત સાવધ રહો કે


આપણા ઈશ્વર પ્રભુએ હોરેબ પર્વત પર આપણી સાથે કરાર કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan