Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એટલે મોશે તેમને મળવા બહાર આવ્યો. મોશેએ તેને પ્રણામ કર્યા અને ચુંબન કર્યું. તેમણે એકબીજાના ખબરઅંતર પૂછયા પછી તેઓ મોશેના તંબુમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને મૂસા તેના સસરાને મળવાને બહાર આવ્યો, ને પ્રણામ કરીને તેણે તેને ચૂંબન કર્યું. અને તેઓએ એકબીજાની ખબરઅંતર પૂછી; અને તંબુમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી મૂસા તેના સસરાને મળવા સામો ગયો. અને પ્રણામ કરીને તેણે તેને ચુંબન કર્યુ. બન્નેએ પરસ્પર ક્ષેમકુશળતાની ખબર પૂછી. પછી તેઓ મૂસાની છાવણીમાં તેના તંબુમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એટલા માંટે મૂસા તેના સસરાને મળવા સામો ગયો અને પ્રણામ કરીને ચુંબન કર્યુ. બંનેએ પરસ્પર એકબીજાને ક્ષેમકુશળતાના સમાંચાર પૂછયા. પછી તેઓ મૂસાની છાવણીમાં વધારે વાતો કરવા માંટે ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:7
23 Iomraidhean Croise  

કદોરલાઓમેર અને તેની સાથેના રાજાઓને હરાવીને અબ્રામ પાછો આવતો હતો ત્યારે સદોમનો રાજા તેને મળવા માટે શાવેના ખીણપ્રદેશમાં ગયો. (એને રાજાનો ખીણપ્રદેશ પણ કહે છે.)


તેણે નજર ઊઠાવીને જોયું તો પોતાની સામે તેણે ત્રણ માણસોને ઊભેલા જોયા. તેમને જોઈને તે તંબુના પ્રવેશદ્વારેથી દોડીને તેમને મળવા સામે ગયો.


સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,


જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી.


વળી, તેં મને મારાં પૌત્રપૌત્રીઓ અને પુત્રીઓને વિદાયનું ચુંબન પણ કરવા દીધું નથી. આમાં તેં મૂર્ખાઈ કરી છે! હું તને નુક્સાન પહોંચાડી શકું તેમ છું.


યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા, અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા.


પછી તેણે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું, ને તેમને ભેટીને રડયો. તે પછી તેના ભાઈઓએ તેની સાથે વાત કરી.


ત્યારે યોસેફ પોતાનો રથ તૈયાર કરાવીને પોતાના પિતા ઇઝરાયલને મળવા ગોશેન ગયો. યાકોબને મળતાં જ યોસેફ તેના પિતા યાકોબને ગળે વળગી પડયો અને તેને ભેટીને લાંબો વખત રડયો.


ઉરિયા આવી પહોંચ્યો એટલે દાવિદે તેને પૂછયું, “યોઆબ અને લશ્કરી ટુકડીઓના શા હાલ છે? યુદ્ધ કેવું ચાલે છે?”


તેથી બાથશેબા અદોનિયા માટે વાત કરવા રાજા પાસે ગઈ. રાજા ઊભો થયો અને પોતાની માને નમીને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો, અને તેણે એક બીજું આસન મંગાવ્યું જેના પર બાથશેબા રાજાની જમણી તરફ બેઠી.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


તેણે પોતાના આગમનની ખબર મોશેને મોકલી,


ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.


દરમ્યાનમાં, પ્રભુએ આરોનને કહ્યું, “તું મોશેને મળવા રણપ્રદેશમાં જા.” તેથી તે ગયો, અને ઈશ્વરના પર્વત આગળ તેને મળીને ચુંબન કર્યું.


બલામ આવે છે તેની બાલાકને ખબર પડી. તેથી બાલાક તેને મળવા માટે મોઆબની સરહદના છેવાડે આર્નોન નદી પાસે આવેલા આર નગર સુધી ગયો.


તેં ચુંબન કરીને મારો સત્કાર કર્યો નથી, પણ હું આવ્યો છું ત્યારથી તે મારા પગ ચુમ્યા કરે છે.


સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા.


વિશ્વાસી ભાઈઓએ અમારે વિષે સાંભળ્યું એટલે છેક ‘આપ્પિયસનું બજાર’ તેમ જ ‘ત્રણ ધર્મશાળા’ નામનાં સ્થળો સુધી અમને સામા મળવા આવ્યા. પાઉલે તેમને જોયા ત્યારે તેણે ઈશ્વરનો આભાર માન્યો અને તેનામાં હિંમત આવી.


યફતા જ્યારે મિસ્પામાં પોતાને ઘેર ગયો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી નાચતી તેને મળવાને આવી. તે તેની એકની એક પુત્રી હતી અને તેના સિવાય એને કોઈ સંતાન નહોતું.


વળી, સેનાધિકારી માટે પનીરના આ દસ ટુકડા લઈ જા. તારા ભાઈઓની શું સ્થિતિ છે તેની ખબર કાઢી લાવ અને તું તેમને મળ્યો છે અને તેઓ મઝામાં છે તે દર્શાવવાને નિશાની લઈ આવ.


પુરવઠા અધિકારી પાસે ખોરાક મૂકીને દાવિદ યુદ્ધભૂમિ પર પહોંચી ગયો અને તેના ભાઈઓ પાસે જઈને તેમને અભિવંદન કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan