Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:4 - પવિત્ર બાઇબલ C.L.

4 મોશેએ કહ્યું હતું, “હું અજાણ્યા દેશમાં પરદેશી થયો છું.” તેથી તેણે એક પુત્રનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું હતું. તેણે એવું પણ કહ્યું, “મારા પિતાના ઈશ્વરે મને સહાય કરીને ફેરોની તલવારથી બચાવ્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એલિએઝેર (ઈશ્વર મારા મદદગાર) પાડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને બીજાનું નામ એલીએઝેર હતું; કેમ કે તેણે કહ્યું. કે ‘મારા પિતાના ઈશ્વરે મારી સહાય થઈને ફારુનની તરવારથી મને બચાવ્યો.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 બીજા પુત્રનું નામ ‘એલિએઝેર’ હતું. તેનો અર્થ થાય છે કે ‘ઈશ્વરે મારી સહાય કરીને મને ફારુનની તલવારથી બચાવ્યો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બીજા પુત્રનું નામ અલીએઝેર હતું. કારણ કે મૂસાએ કહ્યું હતું કે, “માંરા પિતાના દેવે મને મદદ કરીને ફારુનની તરવારથી ઉગાર્યો હતો.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:4
19 Iomraidhean Croise  

મોશેના પુત્રો હતા: ગેર્શોમ અને એલિએઝેર.


એલિએઝેરને માત્ર એક પુત્ર રહાબ્યા હતો, પણ રહાબ્યાને ઘણા પુત્રો હતા.


હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું.


તે મારા વેરીથી મને ઉગારે છે. તમે મને મારા વિરોધીઓ પર વિજય પમાડો છો, અને મને હિંસાખોરોથી બચાવો છો!


મેં પ્રભુની શોધ કરી, એટલે તેમણે મને પ્રત્યુત્તર આપ્યો અને મારા સર્વ આતંકમાંથી તેમણે મને મુક્ત કર્યો.


ઈશ્વર અમારા આશ્રય અને અમારું બળ છે; સંકટ સમયે તે સદા સાક્ષાત્ સહાયક છે.


પછી ફેરોએ મોશેને કહ્યું, “મારી આંખો આગળથી દૂર જા. ખબરદાર, હવે પછી મારું મોં જોયું છે તો! કારણ, જે દિવસે હું તને જોઈશ તે જ દિવસે તું માર્યો જશે.”


જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.


સિપ્પોરાને એક પુત્ર જન્મ્યો. “હું પરદેશમાં પ્રવાસી છું.” એમ કહીને મોશેએ તેનું નામ ગેર્શોમ (પરદેશી) પાડયું.


તેથી પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને મોશે ઇજિપ્ત પાછો જવા નીકળ્યો. મોશેએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી પણ લઈ લીધી.


સિંહો મને કંઈ ઈજા પહોંચાડે નહિ તે માટે ઈશ્વરે પોતાના દૂતને મોકલીને તેમનાં મોં બંધ કર્યાં છે, કારણ, હું તેમની દષ્ટિમાં નિર્દોષ હતો. વળી, હે રાજા, મેં આપનો પણ કંઈ ગુનો કર્યો નથી.”


પછી શું થયું હતું તેની પિતરને ખબર પડી. તેણે કહ્યું, “હવે મને ખબર પડી કે, એ બધું વાસ્તવિક હતું! પોતાના દૂતને મોકલીને પ્રભુએ મને હેરોદના હાથમાંથી તેમ જ મારા પર જે કંઈ વીતવાની યહૂદી લોકો રાહ જોતા હતા તે બધાથી બચાવ્યો છે.”


એ સાંભળીને મોશે ઇજિપ્તમાંથી નાસી છૂટયો અને મિદ્યાનના પ્રદેશમાં જઈને રહ્યો. ત્યાં તેને બે પુત્રો થયા.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


ભડભડતા અગ્નિને હોલવી નાખ્યો. તેઓ તલવારની ધારથી બચી ગયા. તેઓ નિર્બળ હતા છતાં બળવાન બન્યા. તેમણે યુદ્ધમાં શૂરવીરતા દાખવી અને પરદેશી લશ્કરોને હાર આપી.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


Lean sinn:

Sanasan


Sanasan