Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 જો તું ઈશ્વરની આજ્ઞા પાળી એ પ્રમાણે કરીશ તો તું નભી શકીશ અને લોકો પણ પોતાના મનમાં સંતોષ પામીને પોતપોતાને ઘેર જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જો તું એ વિષે ઈશ્વરની આજ્ઞા લઈને એ કામ કરીશ, તો તું નભી શકીશ, ને આ સર્વ લોકો પણ શાંતિએ પોતપોતાને ઘેર જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 હવે જો તું આ બધું કરીશ, તો યહોવાહની ઇચ્છા પૂર્ણ થશે. તને થાક લાગશે નહિ. અને આવનારા લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ઘરે પાછા ફરશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હવે જો તું આ બધુંજ કરીશ, તો દેવના ઈચ્છતા તું કદી થાકીશ નહિ અને આ બધાં લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ધરે પાછા ફરશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:23
15 Iomraidhean Croise  

પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.


રાહેલે યોસેફને જન્મ આપ્યો ત્યાર પછી યાકોબે લાબાનને કહ્યું, “હવે મને વિદાય કરો કે હું મારા દેશમાં એટલે મારા વતનમાં જાઉં.


તેમણે જવાબ આપ્યો, “તમે અમારી સાથે ન આવશો. અમારામાંના બાકી રહેલાઓ પાછા ફરીને નાસી જાય અથવા અમારામાંના અડધા મરી જાય તો શત્રુને એની પરવા નહિ હોય. પણ અમારે મન તો તમે અમારામાંના દસ હજારથીય વિશેષ છો. તમે અહીં નગરમાં રહીને અમને મદદ મોકલો એ ઉચિત થશે.”


પછી દાવિદ અને તેના માણસો યર્દન નદી પાર ઊતર્યા. તેણે બાર્ઝિલાયને ચુંબન કરીને આશિષ આપી અને બાર્ઝિલાય ઘેર પાછો ગયો.


પણ સરુયાનો પુત્ર અબિશાય દાવિદની મદદે આવ્યો અને એ પલિસ્તી યોદ્ધા પર હુમલો કરીને તેને મારી નાખ્યો. પછી દાવિદના માણસોએ દાવિદને તેમની સાથે લડાઈમાં કદી નહિ આવવા સમ દઈને આગ્રહ કર્યો. તેમણે કહ્યું, “તમે તો ઇઝરાયલની આશાના દીપક સમાન છો અને અમે તમને ગુમાવવા માગતા નથી.”


યાદ રાખો, મેં પ્રભુએ તમને સાબ્બાથદિન આપ્યો છે અને તેથી છઠ્ઠે દિવસે હું તમને બે દિવસ ચાલે તેટલો ખોરાક આપીશ. સાતમે દિવસે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ રહે અને બહાર જાય નહિ”


કારણ, આ રીતે તો તું તથા આ લોકો જલદી થાકી જશો. તારા એકલાથી આ કામનો બોજ ઉપાડી શકાય નહિ અને તું એકલો આટલું બધું કામ કરી શકે નહિ.


તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. પ્રત્યેક અઘરો પ્રશ્ર્ન તેઓ તારી પાસે લાવે; પરંતુ નાના નાના પ્રશ્ર્નોનો તો તેઓ પોતે જ ન્યાય કરે. આમ, તારું કામ સરળ બનશે.


મોશેએ યિથ્રોની સલાહનો અમલ કર્યો.


પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.


મારે ત્યાં જવું જ જોઈએ એવું ઈશ્વરે મને પ્રગટ કર્યું હોવાથી હું ગયો હતો. પ્રતિષ્ઠિત આગેવાનો સાથેની ખાનગી સભામાં હું બિનયહૂદીઓને જે શુભસંદેશ પ્રગટ કરું છું તે મેં તેમને સમજાવ્યો કે જેથી મારું ભૂતકાળનું અને હાલનું સેવાકાર્ય નક્મું ન જાય.


પ્રભુએ જવાબ આપ્યો, “તેમની માગણી પૂરી કર અને તેમને રાજા આપ.” પછી શમુએલે ઇઝરાયલના સર્વ માણસોને પોતપોતાનાં નગરોમાં પાછા જવા કહ્યું.


Lean sinn:

Sanasan


Sanasan