Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 વળી તું સર્વ માણસોમાંથી હોશિયાર માણસોને, એટલે ઈશ્વરનો ડર રાખનાર સત્ય પુરુષોને તથા સ્વાર્થદ્વેષકોને શોધી કાઢીને તેઓને હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ તેઓના ઉપર ઠરાવ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 “વિશેષમાં તું યહોવાહની બીક રાખનાર તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, લાંચરુશવતને ધિક્કારનાર તથા નિસ્વાર્થ હોય એવા માણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દશ દશ માણસોના ઉપરીઓ તરીકે નિયુક્ત કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “વધારામાં દેવનો ડર રાખનાર, તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, તથા લાંચરૂશ્વતને ધિક્કારતા હોય એવા માંણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચ્ચાસ પચ્ચાસ અને દશ દશ માંણસોના ઉપરીઓ નિયુક્ત કરો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:21
49 Iomraidhean Croise  

તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.”


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


તારી સમક્ષ આખો ઇજિપ્ત દેશ છે. તારા પિતાને અને તારા ભાઈઓને દેશમાં ઉત્તમ જગ્યામાં વસાવ. તેઓ ભલે ગોશેન પ્રદેશમાં વસે, અને તેમનામાંથી કોઈ કાબેલ માણસો તારા ધ્યાનમાં હોય તો તેમને મારાં ઢોર પણ સાચવવા માટે સોંપી દે.”


દાવિદ રાજાએ પોતાના સર્વ માણસોની ગણતરી કરી અને તેમને હજાર હજારની અને સો સોની ટુકડીઓમાં વહેંચી નાખ્યા અને તેમના પર અધિકારીઓ નીમ્યા.


ઇઝરાયલના સંરક્ષક ખડકે મને કહ્યું; પ્રભુથી ડરીને ચાલનાર રાજા પ્રજા પર ન્યાયપૂર્વક શાસન ચલાવે છે.


હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો.


તેથી આહાબે રાજમહેલના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (ઓબાદ્યા પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત હતો,


“હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું.


પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.


યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.


યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.


હું કંગાલોને પિતાની ગરજ સારતો, અને અજાણ્યાઓની ગરજ જાણીને તેમને સહાય કરતો.


જો મારાં દાસદાસીએ તેમના હક્ક વિષે ફરિયાદ કરી, ત્યારે મેં તેમની રજૂઆત ધૂત્કારી કાઢી હોય;


હે પ્રભુ, તમારા મંદિરમાં કોણ મુકામ કરી શકે? તમારા પવિત્ર સિયોન પર્વત પર કોણ નિવાસ કરી શકે?


જે વ્યાજખોરી માટે જ નાણાં ઉછીનાં આપતો નથી, અને જે લાંચ લઈને નિર્દોષ વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરવા લલચાતો નથી, એવાં કાર્યો કરનાર મનુષ્ય કદી ડગશે નહિ.


મોશેએ યહોશુઆને કહ્યું, “તું આપણામાંથી કેટલાક પુરુષો પસંદ કરીને આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું કાલે ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”


અને ઇઝરાયલીઓમાંથી હોશિયાર આગેવાનો પસંદ કર્યા. તેમણે તેમને હજાર હજારના, સો સોના, પચાસ પચાસના અને દસદસના જૂથ પર આગેવાનો નીમ્યા.


દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે.


જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે.


કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, યરુશાલેમની શેરીઓમાં ફરી વળો, ચારે બાજુ જુઓ અને જાતે જ તપાસ કરો, તેના ચૌટેચકલે શોધ કરો. પ્રામાણિક અને સત્યનિષ્ઠ એવો એક માણસ હોય તો તેને લીધે હું યરુશાલેમને માફ કરીશ.


વ્યાજ કે વટાવ ખાતો ન હોય, દુરાચાર કરતો ન હોય, અને વાદીપ્રતિવાદી વચ્ચે સચોટ ન્યાય ચૂકવતો હોય,


કેટલાક માણસો લાંચ લઇને હત્યા કરે છે, કેટલાક નફો મેળવવા વ્યાજખોરી કરે છે, તો કેટલાકે પડોશીનું બળજબરીથી શોષણ કરીને લાભ મેળવ્યો છે. તેઓ સૌ મને વીસરી ગયા છે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


“વર્ષો પૂર્વે મેં મારા લોકોને આવી આજ્ઞાઓ આપી હતી: ‘બરાબર ન્યાય થાય તેની ચોક્સાઈ રાખો. એકબીજા પ્રત્યે મમતા અને દયા દાખવો.


તમારે આ બાબતો કરવાની છે: એકબીજા સાથે સત્ય બોલો. નગરપંચમાં શાંતિજન્ય અદલ ન્યાય આપો.


તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.”


પણ એક જ રણશિંગડું વગાડવામાં આવે તો માત્ર ગોત્રના આગેવાનોએ જ તારી પાસે એકત્ર થવું.


“એક નગરમાં એક ન્યાયાધીશ હતો, તે ન તો ઈશ્વરની બીક રાખતો કે ન તો માણસોનું માન રાખતો.


કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી, છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, ‘જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી,


મેં કોઈના સોનારૂપાનો કે કીમતી વસ્ત્રનો લોભ રાખ્યો નથી.


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


ત્યારે નગરના વડીલો પેલા પુરુષને પકડીને ફટકારે.


દારૂડિયો કે મારપીટ કરનાર નહિ, પણ નમ્ર અને શાંતિપ્રિય હોવો જોઈએ. તે દ્રવ્યલોભી હોવો જોઈએ નહિ.


પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો.


તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.


પણ તેઓ તેમના પિતાને અનુસર્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ વળી ગયા. તેથી તેઓ લાંચ લેતા અને ન્યાય આપવામાં પક્ષપાત કરવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan