Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:20 - પવિત્ર બાઇબલ C.L.

20 વળી, તું તેમને ઈશ્વરની આજ્ઞાઓ શીખવ અને તેમણે કેવી રીતે જીવવું તથા શું કરવું તે પણ તેમને સમજાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તારે તેઓને વિધિઓ તથા નિયમો શીખવવા, તથા જે માર્ગે તેઓએ ચાલવું જોઇએ, ને જે કામ તેઓએ કરવું જોઇએ, તે તેઓને બતાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 અને તારે તો લોકોને દેવના કાનૂનો અને ઉપદેશો અને આ કાયદાઓ ન તોડવા ચેતવવાના છે, શીખવવાના છે. તેઓને જીવનનો સાચો માંર્ગ અને શું કરવું તે જણાવવાનું છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:20
21 Iomraidhean Croise  

દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.”


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


તારા ઈશ્વર પ્રભુ અમારે ક્યાં જવું અને શું કરવું તે બતાવે માટે પ્રાર્થના કર.”


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે, તેથી હું તને જે ચેતવણીઓ આપું તે તું તેમને જણાવજે.


અને તેઓ કહેશે, “ચાલો આપણે પ્રભુના પર્વત પર ચઢીએ અને ઇઝરાયલના ઈશ્વરના મંદિરમાં જઈએ. તે આપણને તેમના સાચા માર્ગોનું શિક્ષણ આપશે અને આપણે તેમના પસંદ કરેલા માર્ગમાં ચાલીશું. પ્રભુના નિયમનું શિક્ષણ સિયોનમાંથી મળે છે અને પ્રભુ પોતાના લોક સાથે યરુશાલેમમાં બોલે છે.”


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


એ તો આના જેવું છે: એક માણસ પોતાના ઘેરથી મુસાફરીએ જાય, ત્યારે નોકરોને વહીવટ સોંપી જાય છે. દરેકને પોતપોતાનું ક્મ સોંપીને જાય છે, અને ચોકીદારને જાગતા રહેવાનું કહીને જાય છે.


તમારે એ બધી બાબતો વિષે શું કરવું તે વિષે મેં તમને તે સમયે સૂચના આપી હતી.


પછી મોશેએ લોકોને કહ્યું, “હે ઇઝરાયલીઓ, હવે જે નિયમો અને વિધિઓ હું તમને શીખવું છું તે પર ધ્યાન દઈને તેમનું પાલન કરો, જેથી તમે જીવતા રહો અને જે દેશ તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેનો કબજો લો.


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


તેથી મોશે, તમે આપણા ઈશ્વર પ્રભુ પાસે જાઓ અને તે જે કહે તે બધું સાંભળો, અને પછી આપણા ઈશ્વર પ્રભુ તમને જે કહે તે બધું અમને કહેજો અને અમે તે સાંભળીશું અને પાળીશું.’


તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો.


ભાઈઓ, ઈશ્વરને પ્રસન્‍ન કરવા માટે તમારે કેવા પ્રકારનું જીવન જીવવું તે વિષે તમે અમારી પાસેથી શીખ્યા, અને એ જ પ્રમાણે તમે જીવો છો. પણ હવે અમે તમને પ્રભુ ઈસુના નામમાં વિનંતી અને ઉદ્બોધન કરીએ છીએ કે એ રીતે જીવવામાં વધારે પ્રગતિ કરો.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan