Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:16 - પવિત્ર બાઇબલ C.L.

16 જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ વાદવિવાદ હોય ત્યારે તેઓ મારી પાસે આવે છે. હું તેમના ઝઘડાનો નિકાલ લાવું છું અને તેમને ઈશ્વરની આજ્ઞાઓ તથા ફરમાન જણાવું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તેઓને કંઇ તકરાર હોય છે ત્યારે તેઓ મારી પાસે આવે છે. અને હું વાદીપ્રતિવાદીનો ઇનસાફ કરું છું, ને તેમને ઈશ્વરના વિધિ તથા નિયમ જણાવું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તેના ન્યાયચુકાદા માટે મારી પાસે આવે છે. તેઓમાં કોણ સાચું છે તે હું નક્કી કરું છું. આ રીતે હું તેઓને યહોવાહના નિયમો અને વિધિઓ વિષે શીખવું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તો તેઓ માંરી પાસે આવે છે. અને કોણ સાચું છે તે નક્કી કરુ છું. આ રીતે હું તેઓને દેવના કાનૂનો અને ઉપદેશો શીખવું છું.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:16
20 Iomraidhean Croise  

પછી પેલો માણસ પોતે કયા કુળનો છે એ જણાવતો. ત્યાર પછી તે માણસને આબ્શાલોમ કહેતો, “જો તારી ફરિયાદ સાચી તથા વાજબી છે, પણ તારો કેસ સાંભળવાને રાજા પાસે તારો કોઈ પ્રતિનિધિ નથી.”


તમારા દેશબાંધવો કોઈપણ નગરમાંથી ખૂનનો અથવા નિયમો, આજ્ઞાઓ કે ફરમાનોનો ભંગ કર્યાનો કેસ લઈ આવે ત્યારે કેસની કાર્યવાહીમાં પ્રભુની વિરુદ્ધ કોઈ દોષ વહોરી ન લે તે માટે તેમને પૂરી સ્પષ્ટતાથી શીખવો; નહિ તો તમે અને તમારા દેશબધુંઓ પ્રભુના કોપનો ભોગ બનશો. પણ તમે તમારી ફરજ બજાવી હશે, તો તમે દોષિત નહિ ઠરો.


જો મારાં દાસદાસીએ તેમના હક્ક વિષે ફરિયાદ કરી, ત્યારે મેં તેમની રજૂઆત ધૂત્કારી કાઢી હોય;


ત્યારે યિથ્રોએ કહ્યું, “તું આ કંઈ બરાબર કરતો નથી.


પછી બીજે દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે બે હિબ્રૂઓને એકબીજા સાથે લડતા જોયા. મોશેએ વાંક કરનાર માણસને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?”


તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.


મોશેએ આગેવાનોને કહ્યું, “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેજો. આરોન તથા હૂર તમારી સાથે છે અને જો કોઈને કંઈ તકરાર થાય તો તેના નિરાકરણ માટે તેમની પાસે જાય.”


ત્યાર પછી ઇઝરાયલી લોકને કહેજે: જે કોઈ ઈશ્વરનિંદા કરશે તેણે તેની સજા ભોગવવી પડશે જ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને મોતની સજા ફટકારવામાં આવે. પડાવ બહાર સમગ્ર સમાજે તેને પથ્થરો મારીને મારી નાખવો.”


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


તમારામાંથી કોઈને બીજા ભાઈની વિરુદ્ધ તકરાર થાય ત્યારે તેના નિકાલ માટે ઈશ્વરના લોક પાસે ન જતાં તમે વિધર્મી ન્યાયાધીશોની પાસે જવાની હિંમત કરો છો?


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


મોશેએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેમને કહ્યું, “હે ઇઝરાયલી લોકો, જે નિયમો અને ફરમાનો હું આજે તમારી સમક્ષ જાહેર કરું છું તે સાંભળો. તેમનો અભ્યાસ કરો અને તેમનો કાળજીપૂર્વક અમલ કરો.


“આ સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો તમને શીખવવા મને તમારા ઈશ્વર પ્રભુએ ફરમાવ્યું છે; જેથી જે દેશમાં પ્રવેશ કરીને તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


મારા સંબંધી ઈશ્વર એવું થવા ન દો કે હું તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દઉં અને એમ પ્રભુની વિરુદ્ધ પાપ કરું; એને બદલે, તમારે માટે સારું અને સાચું શું છે તે હું તમને શીખવીશ.


Lean sinn:

Sanasan


Sanasan