Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પછી યિથ્રોએ ઈશ્વરને સંપૂર્ણ દહનબલિ તથા અન્ય અર્પણો ચડાવ્યાં અને આરોન તથા ઇઝરાયલના બીજા આગેવાનો યિથ્રોની સાથે ઈશ્વરની સમક્ષ પવિત્ર ભોજન લેવા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી મૂસાના સસરા યિથ્રો યાજકે ઈશ્વરને યજ્ઞો અને દહનીયાર્પણો ચઢાવ્યાં. અને હારુન ઇઝરાયલના સર્વ વડીલોને સાથે લઈને ઈશ્વર સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માટે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:12
31 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


તેથી ઇસ્હાકે ત્યાં યજ્ઞવેદી બાંધી અને પ્રભુને નામે તેમનું ભજન કર્યું. ત્યાં તેણે પોતાનો તંબુ માર્યો. ઇસ્હાકના માણસોએ ત્યાં એક કૂવો પણ ખોદ્યો.


પછી ઇસ્હાકે તેમને માટે જમણ કર્યું અને તેમણે ખાધુંપીધું.


પર્વત પર બલિદાન ચડાવ્યું અને પોતાના સંબંધીઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું. પછી તેઓ આખી રાત પર્વત પર જ રોકાયા.


પરંતુ હાબેલે પોતાના ઘેટાં-બકરાંમાંથી પ્રથમજનિતનું ચરબીયુક્ત બલિદાન ચડાવ્યું. પ્રભુ હાબેલ તથા તેના અર્પણથી પ્રસન્‍ન થયા.


બપોરે યોસેફના આગમન સમયે યોસેફના ભાઈઓએ તેને માટે બક્ષિસો તૈયાર રાખી, કારણ, તેમણે સાંભળ્યું હતું કે તેમણે તેની સાથે જમવાનું છે.


પછી નૂહે પ્રભુ માટે એક યજ્ઞવેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પ્રાણીઓ અને શુદ્ધ પક્ષીઓ લઈને તેમનું દહનબલિ તરીકે વેદી પર અર્પણ ચડાવ્યું.


દાવિદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને લીધે હું તારા પ્રત્યે માયાળુ રહીશ. તારા દાદા શાઉલની સઘળી જમીન જાગીર હું તને પાછી આપીશ અને તું હંમેશા મારી સાથે જમજે.”


પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી.


મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


યોબના બધા ભાઈઓ, તેની બધી બહેનો અને સઘળા પરિચિતો તેની મુલાકાતે આવ્યા અને તેના ઘરમાં તેની સાથે મિજબાની માણી. તેમણે યોબ પ્રત્યે તેમની સહાનુભૂતિ દર્શાવી અને પ્રભુએ જે વિપત્તિ તેના પર ઊતારી હતી તે અંગે તેને સાંત્વન આપ્યું. દરેક જણે તેને એક ક્સીતા સિક્કો અને સોનાની વીંટી આપ્યાં.


તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી.


બીજે દિવસે મોશે લોકોનો ન્યાય કરવા બેઠો અને તેમાં સવારથી સાંજ સુધી રોક્યેલો રહ્યો.


એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા.


રેઉએલે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? તમે એ માણસને મૂકી દઈને કેમ આવ્યાં? તેને જમવા માટે બોલાવી લાવો.”


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


ઈશ્વરે ઇઝરાયલના આગેવાનોને કંઈ ઈજા કરી નહિ; તેમણે ઈશ્વરને જોયા અને પછી તેમણે સાથે ખાધુંપીધું.


પછી તેણે કેટલાક જુવાનોને મોકલ્યા અને તેમણે પ્રભુને દહનબલિ તથા સંગતબલિ તરીકે કેટલાંક પ્રાણીઓનું અર્પણ કર્યું.


મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.


ત્રણ સપ્તાહ સુધી મેં કોઈ સ્વાદિષ્ટ ખોરાક કે માંસ ખાધું નહોતું; ન તો મેં દ્રાક્ષાસવ પીધો કે ન તો મેં તેલમર્દન કર્યું હતું.


મોશેએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના પુત્ર હોબાબને કહ્યું, “પ્રભુએ જે પ્રદેશ અમને આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માટે અમે પ્રયાણ કરીએ છીએ. તમે પણ અમારી સાથે ચાલો. પ્રભુએ ઇઝરાયલને સમૃધ કરવાનું વચન આપ્યું છે અને અમે તમારી સાથે સંપત્તિ વહેંચીશું.”


એકવાર વિશ્રામવારે ઈસુ એક અગ્રગણ્ય ફરોશીને ઘેર જમવા ગયા; એ લોકો એમના ઉપર ચાંપતી નજર રાખતા હતા.


એ સાંભળીને તેમની સાથે જમવા બેઠેલાઓમાંથી એક માણસે ઈસુને કહ્યું, “ઈશ્વરના રાજ્યમાં જેઓ જમવા બેસશે તેમને ધન્ય છે!”


જેઓ જન્મજાત ઇઝરાયલીઓ છે તેમનો વિચાર કરો. ઈશ્વરની સેવા માટે વેદી પર કરેલાં અર્પણમાંથી તેઓ ખાય છે.


તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.


અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


તે પર તમારે તમારાં સંગતબલિ ચડાવવા અને તેમાંથી ખાવું અને તમારા ઈશ્વર પ્રભુના સાનિધ્યમાં આનંદોત્સવ કરવો.


Lean sinn:

Sanasan


Sanasan