Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 18:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે ઈશ્વરે મોશે માટે તથા ઇઝરાયલી લોકો માટે જે જે કર્યું હતું તે બધું તથા તેમણે કેવી રીતે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા તે બધું મોશેના સસરા, એટલે મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોએ સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે ઈશ્વરે મૂસાને માટે તથા પોતાના ઇઝરાયલી લોકને માટે જે સર્વ કર્યું હતું તે, તથા તે કેવી રીતે મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યા હતા તે, મૂસના સસરા એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહે મૂસા અને ઇઝરાયલી લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇઝરાયલના લોકોને માટે જે કંઈ કર્યું હતું તે વિષે તથા યહોવાહે ઇઝરાયલીઓને કેવીરીતે મિસરમાંથી મુક્ત કર્યા હતા તે વિષે મૂસાના સસરાએ એટલે મિદ્યાનના યાજક યિથ્રોએ સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મૂસાના સસરા યિથ્રો મિધાનમાં યાજક હતા. દેવે મૂસા અને ઇસ્રાએલના લોકોને જે અનેક પ્રકારે સહાય કરી હતી, તે બાબતમાં તથા જે રીતે તે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લાવ્યા હતા તે બાબતમાં સાંભળ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 18:1
33 Iomraidhean Croise  

એમ ઈશ્વર પોતાના પસંદ કરેલા લોકને પાછા દોરી લાવ્યા. ત્યારે તેમણે આનંદનાં ગીતો ગાઈને જયજયકાર કર્યો.


હે પ્રભુના સેવક અબ્રાહામના વંશજો, હે પ્રભુના પસંદ કરેલ યાકોબનાં સંતાનો, પ્રભુએ કરેલાં અજાયબ કાર્યોનું, ચમત્કારોનું તથા તેમના મુખના ન્યાયચુકાદાઓનું સ્મરણ કરો.


પ્રભુનાં મહાન કાર્યોને કોણ વર્ણવી શકે? કોણ તેમની સંપૂર્ણ સ્તુતિ કરી શકે?


મારો આત્મા પ્રભુને લીધે ગર્વ કરશે; પીડિતજનો તે સાંભળે અને આનંદ કરે.


હે ઈશ્વર, અમે અમારા કાનોથી સાંભળ્યું છે અને અમારા પૂર્વજોએ અમને જણાવ્યું છે કે તેમના સમયમાં, એટલે પ્રાચીન કાળમાં તમે મહાન કાર્યો કર્યાં હતાં.


પ્રભુનાં સ્તુતિપાત્ર કાર્યો, તેમનું સામર્થ્ય તથા તેમનાં ચમત્કારિક કાર્યો આપણે આપણા વંશજોથી છુપાવીશું નહિ, પણ આગામી પેઢીને તે જણાવીશું.


એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા.


તેઓ પોતાના પિતા રેઉએલ પાસે પાછી આવી ત્યારે તેણે પૂછયું, “તમે આજે આટલાં વહેલાં કેવી રીતે આવ્યાં?”


એમ મોશે એ માણસને ત્યાં રાજીખુશીથી રહ્યો. રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાનાં લગ્ન મોશે સાથે કરાવ્યાં.


મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાંને વેરાનપ્રદેશની પશ્ર્વિમ તરફ લઈ ગયો, અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.”


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.”


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


મોશેએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના પુત્ર હોબાબને કહ્યું, “પ્રભુએ જે પ્રદેશ અમને આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માટે અમે પ્રયાણ કરીએ છીએ. તમે પણ અમારી સાથે ચાલો. પ્રભુએ ઇઝરાયલને સમૃધ કરવાનું વચન આપ્યું છે અને અમે તમારી સાથે સંપત્તિ વહેંચીશું.”


તેઓ અંત્યોખમાં આવ્યા એટલે તેમણે મંડળીના લોકોને એકત્રિત કર્યા અને ઈશ્વરે તેમને માટે કરેલાં કાર્યો અને બિનયહૂદીઓ વિશ્વાસ કરે તે માટે તેમણે કેવી રીતે માર્ગ ખોલ્યો તે બધું તેમને કહી સંભળાવ્યું.


બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી.


હું તો તમને ખ્રિસ્તે મારા દ્વારા કરેલું કાર્ય હિંમતથી જણાવીશ.


અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.


ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે.


કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા.


દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્‍નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan