Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:9 - પવિત્ર બાઇબલ C.L.

9 મોશેએ યહોશુઆને કહ્યું, “તું આપણામાંથી કેટલાક પુરુષો પસંદ કરીને આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું કાલે ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને મૂસાએ યહોશુઆને કહ્યું, “આપણે માટે માણસો ચૂટી કાઢ, ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં ઇશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી મૂસાએ યહોશુઆને કહ્યું કે, “તું આપણામાંથી માંણસો પસંદ કરીને આવતી કાલે અમાંલેકીઓ સામે યુદ્ધ કરવા જા. હું દેવની લાકડી લઈને પર્વતની ટોચ પર ઊભો રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:9
18 Iomraidhean Croise  

આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા.


પણ સાથે સાથે તું કેટલાક હોશિયાર માણસો પસંદ કરીને તેમની લોકોના આગેવાનો તરીકે નિમણૂક કર. તેમને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દસ દસ લોકોના જૂથ પર નિયુક્ત કર. આ આગેવાનો ઈશ્વરનો ડર રાખનાર, વિશ્વાસુ અને લાંચને ધિક્કારનારા હોવા જોઈએ.


મોશે તથા તેનો મદદનીશ યહોશુઆ તૈયાર થયા અને મોશે ઈશ્વરના પર્વત પર જવા ઉપડયો.


માણસ જેમ પોતાના મિત્ર સાથે વાત કરે તેમ પ્રભુ મોશે સાથે રૂબરૂ વાત કરતા. પછી મોશે છાવણીમાં પાછો આવતો. પરંતુ મોશેનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ તો મંડપમાં જ રહેતો.


હવે તારા હાથમાં આ લાકડી લે; કારણ, એના વડે તારે ચમત્કારો કરવાના છે.”


પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?”


તેથી પોતાની પત્ની અને પુત્રોને ગધેડા પર બેસાડીને મોશે ઇજિપ્ત પાછો જવા નીકળ્યો. મોશેએ પોતાના હાથમાં ઈશ્વરની લાકડી પણ લઈ લીધી.


ત્યારે નૂનનો પુત્ર યહોશુઆ, જે તેની જુવાનીથી જ મોશેના મદદનીશ તરીકે રહ્યો હતો, તે બોલી ઊઠયો અને મોશેને કહ્યું, “મારા સ્વામી, ં તેમને મના કરો!”


કનાન દેશમાં તપાસ કરવાને માટે મોકલેલા જાસૂસોનાં નામ એ પ્રમાણે હતાં. મોશેએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.


પ્રભુએ મોશેને કહ્યું, “નૂનના પુત્ર યહોશુઆને બોલાવ. તેનામાં મારો આત્મા છે, તેના માથા પર તારો હાથ મૂક.


પાછળથી આપણા પૂર્વજો તેમના પિતૃઓ પાસેથી મેળવેલો મંડપ ઊંચકીને યહોશુઆની સાથે ગયા, અને ઈશ્વરે જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી તેમના દેશમાં લઈ ગયા. દાવિદના સમય સુધી તે મંડપ ત્યાં રહ્યો.


પછી મોશે લોકો પાસે આવ્યો અને તેણે તથા નૂનના પૂત્ર યહોશુઆએ લોકોના સાંભળતા આ ગીતના સર્વ શબ્દોનું રટણ કર્યું.


જો યહોશુઆ લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત. છતાં પણ, જેમ ઈશ્વરે સાતમે દિવસે વિશ્રામ કર્યો,


પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારો ભાલો આય તરફ લાંબો કર; હું તેને તારા હાથમાં સોંપી દઉં છું.” યહોશુઆએ એ પ્રમાણે કર્યું.


તેથી યહોશુઆ પોતાના સર્વ સૈનિકોને લઈને આય જવા તૈયાર થયો. યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેમને રાત્રે મોકલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan