Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:7 - પવિત્ર બાઇબલ C.L.

7 મોશેએ તે સ્થળનું નામ માસ્સા (ક્સોટી) અને મરીબા (તકરાર) પાડયું, કારણ, ઇઝરાયલીઓએ તકરાર કરી અને “શું પ્રભુ અમારી સાથે છે?” એમ કહીને તેમણે પ્રભુની ક્સોટી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે તે જગાનું નામ માસ્સા તથા મરીબા પાડયું; કેમ કે ઇઝરાયલી લોકોએ તકરાર કરી, ને યહોવા અમારામાં છે કે નહિ, એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવાહ અમારી વચ્ચે છે કે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:7
21 Iomraidhean Croise  

મરીબાના ઝરણા પાસે પણ તેમણે ઈશ્વરને ચીડવ્યા, અને તેમને લીધે મોશે મુકેલીમાં મુક્યો.


તેમણે તીવ્ર લાલસાથી મનપસંદ ખોરાક માંગ્યો, અને ઇરાદાપૂર્વક ઈશ્વરની ક્સોટી કરી.


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


હે મારી પ્રજા, હું તને ચેતવું ત્યારે સાંભળ; હે ઇઝરાયલ, તું મારી વાત પર ધ્યાન દે તો કેવું સારું!


“તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો;


તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?”


તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું.


“આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો.


કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.)


શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.


એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’


તેણે લેવીના કુળ વિષે કહ્યું: “તમારાં તુમ્મીમ અને ઉરીમ તમારાં પસંદ કરાયેલ લેવી યજ્ઞકારને અપાયેલાં છે; તમે માસ્સામાં તેની પરીક્ષા કરી હતી, તમે મરીબામાં તેની સાથે વિવાદ કર્યો હતો.


“જેમ તમે માસ્સાના સ્થળે કર્યું હતું તેમ તમે તમારા ઈશ્વર પ્રભુની પરીક્ષા ન કરશો.


“તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા.


એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”


Lean sinn:

Sanasan


Sanasan