Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:6 - પવિત્ર બાઇબલ C.L.

6 જો, હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ. તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે.” મોશેએ ઇઝરાયલના આગેવાનોના દેખતાં તે પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. એટલે ત્યાં પાણીનું વહેણ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક ઉપર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇસ્રાએલીઓના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:6
24 Iomraidhean Croise  

તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું.


ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું.


તે ખડકને જળાશયમાં અને ચકમકના ખડકને ઝરણામાં ફેરવી નાખે છે.


જેનાં ઝરણાં ઈશ્વરના નગરને અને તેમાં આવેલા તેમના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.


તમે જ ખડકોને ફોડીને ઝરણાં અને વહેળા વહાવ્યા. તમે જ બારેમાસ વહેનારી નદીઓને સૂકવી નાખી.


તેમણે તીવ્ર લાલસાથી મનપસંદ ખોરાક માંગ્યો, અને ઇરાદાપૂર્વક ઈશ્વરની ક્સોટી કરી.


જો કે ઈશ્વરે ખડક પર પ્રહાર કર્યો ને પાણી વહી નીકળ્યું, અને વેગીલા જલપ્રવાહના રેલા ચાલ્યા; પરંતુ શું તે રોટલી પણ આપી શકે? શું તે પોતાના લોકો માટે માંસનો પ્રબંધ કરી શકે?”


સંકટમાં તમે મને પોકાર કર્યો એટલે મેં તમને ઉગાર્યા. મેઘગર્જનાના ગુપ્તસ્થાનમાંથી મેં તમને ઉત્તર આપ્યો. મરીબાનાં ઝરણાં આગળ મેં તમારી પારખ કરી. (સેલાહ)


તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયલીઓ સમુદ્ર મધ્યે થઈને સૂકી જમીન પર ચાલીને જશે.


આરોન ઇઝરાયલના આખા સમાજ આગળ બોલી રહ્યો હતો ત્યારે તેમણે રણપ્રદેશ તરફ દૃષ્ટિ કરી તો તેમને એકાએક પ્રભુનું ગૌરવ વાદળમાં દેખાયું.


પ્રભુએ પોતાના લોકને સૂકા રણપ્રદેશમાં થઈને દોર્યા ત્યારે પણ તેઓ તરસ્યા રહ્યા નહિ. કારણ, તેમણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું, એટલે ખડકમાંથી પાણી ખળખળ વહી નીકળ્યું.


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”


એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા.


(અદોમના પહાડી પ્રદેશને માર્ગે હોરેબ પર્વતથી કાદેશ-બાર્નિયા જતાં અગિયાર દિવસ લાગે છે).


તેમણે તમને ઝેરી નાગ અને વીંછીવાળા, સૂકા અને જલવિહીન તથા વિશાળ અને ભયાનક રણમાં થઈને દોર્યા છે; અને તમારે માટે કાળમીંઢ ખડકમાંથી પાણી વહેવડાવ્યું છે;


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


Lean sinn:

Sanasan


Sanasan