Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યુમં, “અમને પીવાને પાણી આપ.” અને મૂસાએ તેઓને કહ્યું, “તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માટે પાણી આપ.” એટલે મૂસાએ તેઓને કહ્યું, “તમે લોકો મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાહની કસોટી શા માટે કરો છો?” તમે એમ સમજો છો કે ઈશ્વર આપણી સાથે નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.” એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો? તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:2
32 Iomraidhean Croise  

પરંતુ ટૂંક સમયમાં તેઓ ઈશ્વરનાં કાર્યો વીસરી ગયા, અને તેમની સલાહ સાંભળવાની પણ ધીરજ રાખી નહિ.


રણપ્રદેશમાં તેમણે તીવ્ર લાલસા કરી, અને એ વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરની ક્સોટી કરી.


તેમણે તીવ્ર લાલસાથી મનપસંદ ખોરાક માંગ્યો, અને ઇરાદાપૂર્વક ઈશ્વરની ક્સોટી કરી.


પતનમાં પડીને વારંવાર તેમણે ઈશ્વરની ક્સોટી કરી અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ચીડવ્યા.


છતાં ઇઝરાયલના લોકોએ સર્વોચ્ચ ઈશ્વરની ક્સોટી કરી, અને તેમની સામે વિદ્રોહ કર્યો અને ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું નહિ.


“તમારા પૂર્વજોએ, રણપ્રદેશમાં મરીબા અને માસ્સામાં હઠીલા દયના બનીને મારી ક્સોટી કરી તેવા તમે ન બનો;


મારા અજાયબ કાર્યો નિહાળ્યાં હોવાં છતાં ત્યાં તેમણે મારી પારખ કરી.


ત્યારે લોકોએ મોશે વિરુદ્ધ કચકચ કરતાં કહ્યું, “અમે શું પીએ?”


પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”


મોશેએ તે સ્થળનું નામ માસ્સા (ક્સોટી) અને મરીબા (તકરાર) પાડયું, કારણ, ઇઝરાયલીઓએ તકરાર કરી અને “શું પ્રભુ અમારી સાથે છે?” એમ કહીને તેમણે પ્રભુની ક્સોટી કરી.


ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”


આહાઝે જવાબ આપ્યો, “હું નિશાની માગીશ નહિ. મારે પ્રભુની ક્સોટી કરવી નથી.”


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, “આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણપ્રદેશમાં મરી ગયા હોય તો સારું!


તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”


ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’


નાના પુત્રે તેને કહ્યું, ‘પિતાજી, મિલક્તનો મારો હિસ્સો હવે મને આપી દો.’ તેથી પેલા માણસે બે પુત્રો વચ્ચે મિલક્ત વહેંચી આપી.


ઈસુએ જવાબ આપ્યો, “શાસ્ત્રમાં લખેલું છે, ‘તારે પ્રભુ તારા ઈશ્વરની ક્સોટી કરવી નહિ.”


તો પછી જે બોજ આપણા પૂર્વજો કે આપણે ઊંચકી શક્યા નથી તે શિષ્યો પર લાદીને તમે શા માટે ઈશ્વરની પરીક્ષા કરો છો?


તેથી પિતરે તેને કહ્યું, “તમે બન્‍નેએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો સંપ કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી પહોંચ્યા છે; હવે તેઓ તને પણ લઈ જશે!”


તેમનામાંના કેટલાકે પ્રભુની પરીક્ષા કરી અને સર્પોએ તેમને મારી નાખ્યા; એમ આપણે પ્રભુની પરીક્ષા ન કરીએ.


“જેમ તમે માસ્સાના સ્થળે કર્યું હતું તેમ તમે તમારા ઈશ્વર પ્રભુની પરીક્ષા ન કરશો.


“તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા.


ઈશ્વર કહે છે, “ચાળીસ વર્ષ મેં જે કાર્યો કર્યાં, તે જોયાં છતાં, તમારા પૂર્વજોએ મને ત્યાં ક્સોટીમાં મૂક્યો, અને મારી પરીક્ષા કરી.


રાજા માટેની તેમની માગણીથી શમુએલને ખોટું લાગ્યું, તેથી તેણે પ્રભુને પ્રાર્થના કરી.


Lean sinn:

Sanasan


Sanasan