Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મોશેના હાથ થાકી ગયા ત્યારે આરોન તથા હુરે મોશેને બેસવા માટે એક પથ્થર લાવીને મૂકયો, અને તેઓ તેના હાથ પકડીને બન્‍ને બાજુએ ઊભા રહ્યા. આમ, સૂર્યાસ્ત સુધી તેના હાથ સ્થિર રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ મૂસાના હાથ ભારે થયા; અને તેઓએ એક પથ્થર લઈને તેની નીચે મૂક્યો, ને તે પર મૂસા બેઠો. અને હારુને તથા હૂરે ટેકો આપીને તેના હાથોને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ. અને તેના હાથ સૂર્યાસ્ત થતાં સુધી સ્થિર રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લાવીને ત્યાં મૂક્યો. મૂસા તેના પર બેઠો. અને એક બાજુથી હારુને તથા બીજી બાજુથી હૂરે ટેકો દઈને મૂસાના હાથોને સ્થિર રાખ્યા, આમ સૂર્યાસ્ત થતાં સુધી તેના હાથ ઊંચા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ મૂસાના હાથ થાક્યા એટલે તે લોકોએ એક પથ્થર લઈ મૂસાની પાછળ મૂક્યો અને તે તેના પર બેસી ગયો; અને હારુને તથા હૂરે ટેકો દઈને તેના હાથોને ઊંચા રાખ્યા, એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી, આમ સૂર્યાસ્ત થતાં સુધી હાથ સ્થિર રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:12
15 Iomraidhean Croise  

મારો પીછો કરનારાઓનો સામનો કરવા તમારાં ભાલો અને ફરસી ઉપાડો! મને હૈયાધારણ આપો કે તમે જ મારા ઉદ્ધારક છો.


જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા.


આ રીતે યહોશુઆએ અમાલેકીઓનો ભારે સંહાર કરીને તેમને હરાવ્યા.


મોશેએ આગેવાનોને કહ્યું, “અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં જ રહેજો. આરોન તથા હૂર તમારી સાથે છે અને જો કોઈને કંઈ તકરાર થાય તો તેના નિરાકરણ માટે તેમની પાસે જાય.”


થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો.


ઘણી પ્રાર્થનાઓના પ્રત્યુત્તરરૂપે અમને અપાયેલી આશિષોને કારણે ઘણા લોક ઈશ્વરનો આભાર માને તે માટે તમારે પણ અમને પ્રાર્થના દ્વારા સહાય કરવી જોઈએ.


આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો.


કારણ, હું જાણું છું કે, તમારી પ્રાર્થનાઓ દ્વારા અને ખ્રિસ્તના આત્માની મદદથી તે મારા છુટકારાને માટે ઉપયોગી થઈ પડશે.


જાગૃત રહીને સતત પ્રાર્થના કરો અને ઈશ્વરનો આભાર માનો.


ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો.


માટે તમારા ઢીલા પડી ગયેલા હાથોને ઊંચા કરો, અને તમારા લથડતા ધૂંટણોને મજબૂત બનાવો.


પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે.


આયના એકેએક જણનો સંહાર થતાં સુધી યહોશુઆએ પોતાનો ભાલો આય તરફ તાકેલો રાખ્યો અને પાછો ખેંચી લીધો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan