Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને મૂસાએ કહ્યું, “યહોવા સાંજે તમને માંસ ખાવા આપશે, ને સવારે ધરાતાં સુધી રોટલી આપશે (ત્યારે એમ થશે); કેમ કે યહોવાની વિરુદ્ધ જે કચકચ તમે કરો છો તે તે સાંભળે છે; અને અમે તે કોણ? તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી મૂસાએ કહ્યું, “યહોવાહ, સાંજે તમને ખાવા માટે માંસ આપશે અને સવારે ઘરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. તમારી ફરિયાદ અમારી વિરુદ્ધ નથી, પણ યહોવાહની વિરુદ્ધ છે. અમે તે વળી કોણ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી મૂસાએ તેમને કહ્યું, “યહોવા, સાંજે તમને માંસ ખાવા માંટે આપશે, વળી સવારે ઘરાઈને ખાવા માંટે રોટલી આપશે, કારણ કે તમે તેમની વિરુદ્ધ જે ફરિયાદો કરો છો તે તેમણે સાંભળી છે. પણ હવે કદાચ અમને થોડો આરામ મળે. યાદ રાખજો કે તમાંરી ફરિયાદ અમાંરી વિરુદ્ધ નથી, પણ યહોવાની વિરુદ્ધ છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:8
17 Iomraidhean Croise  

તેમને કહે કે સાંજે તમે માંસ ખાશો અને સવારે ધરાઈને રોટલી ખાશો; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


મોશેએ આરોનને કહ્યું, “ઇઝરાયલના આખા સમાજને પ્રભુ આગળ હાજર થવા જણાવ; કારણ, પ્રભુએ તેમની કચકચ સાંભળી છે.”


તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, “અમને પીવાને પાણી આપ.” મોશેએ કહ્યું, “તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની ક્સોટી કરો છો?”


કારણ, મૂર્ખ મૂર્ખાઈની વાત કરે છે અને તેનું મન અધર્મ આચરવામાં ચોંટેલું છે. તે દુરાચાર કરે છે અને પ્રભુ વિષે વિપરીત વાતો ફેલાવે છે. તે ભૂખ્યાને ભોજનથી વંચિત રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


“તું લોકોને આ પ્રમાણે કહે, ‘પોતાને શુધ કરીને આવતી કાલને માટે તૈયાર થાઓ. તમને ખાવા માટે માંસ મળશે.’ તમે પ્રભુના સાંભળતાં રડી રડીને કહ્યું હતું કે ‘અમને ખાવાને માંસ કોણ આપશે? ઇજિપ્તમાં અમે કેવા સુખી હતા!’ તેથી હવે પ્રભુ પોતે તમને ખાવાને માટે માંસ આપશે અને તમારે તે ખાવું જ પડશે.


“ક્યાં સુધી આ દુષ્ટ સમાજ મારી વિરુધ કચકચ કર્યા કરવાનો છે? ક્યાં સુધી મારે તમારું સહન કરવું? ઇઝરાયલીઓની મારી વિરુદ્ધની કચકચ મેં બરાબર સાંભળી છે!


એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી.


જે કોઈ તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે મારો સત્કાર કરે છે, તે મને મોકલનારનો પણ સત્કાર કરે છે.


તેઓ જે વિચાર કરતા હતા તે ઈસુ જાણી ગયા. તેથી તેમણે કહ્યું, શા માટે તમે આવી દુષ્ટ વાત વિચારો છો?


ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.”


હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”


જે કોઈ અધિકારનો વિરોધ કરે છે, તે ઈશ્વરે ઠરાવેલી વ્યવસ્થાનો વિરોધ કરે છે. જે કોઈ એવું કૃત્ય કરે છે, તે પોતા પર શિક્ષા લાવશે.


તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.


તેથી જે કોઈ આ શિક્ષણનો અનાદર કરે છે તે માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


પ્રભુએ કહ્યું, “લોકો તને જે કહે તે પર ધ્યાન આપ. તેમણે તારો નકાર કર્યો નથી, પણ હું તેમનો રાજા ન રહું તે માટે તેમણે મારો નકાર કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan