Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ તથા હારુને સર્વ ઇઝરયલી લોકોને કહ્યું, ‘સાંજે તમે જાણશો કે તમને મિસરમાંથી કાઢી લાવનાર તે યહોવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને મૂસા અને હારુને ઇઝરાયલી લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાહની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને બચાવીને બહાર લાવનાર તે ઈશ્વર તો યહોવાહ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એટલા માંટે મૂસા અને હારુને ઇસ્રાએલના લોકોને કહ્યું, “આજે રાત્રે તમે યહોવાની શક્તિ જોશો, અને તમને ખબર પડશે કે મિસર દેશમાંથી તમને લોકોને બચાવીને બહાર લાવનાર તે યહોવા છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:6
14 Iomraidhean Croise  

ઘેટાંપાલક ટોળાને દોરે તેમ મોશે તથા આરોન દ્વારા તમે તમારા લોકને દોર્યા.


પરંતુ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારી વાત સ્વીકારી નહિ.


પ્રભુ તે દિવસે ઇઝરાયલનાં સર્વ કુળસૈન્યોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.


ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


પછી મોશેએ કહ્યું, “પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમે ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે. કારણ, તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો; બાકી અમારી તે શી વિસાત?”


જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતાં ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, “અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવ.”


પરંતુ મોશેએ પોતાના ઈશ્વર પ્રભુને આજીજી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા આ લોકને તમે મહાન સામર્થ્ય અને બાહુબળથી ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો. તો હવે તમે તેમના પર શા માટે ક્રોધાયમાન થાઓ છો?


ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


તેથી ઇઝરાયલીઓને કહે કે, હું પ્રભુ છું. હું તમને ઇજિપ્તીઓની વેઠમાંથી અને તેમની ગુલામીમાંથી મુક્ત કરીશ. હું મારો હાથ ઉગામીને તેમના પર ભારે સજા લાવીને તમારો ઉદ્ધર કરીશ.


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


મોશેએ લોકોને કહ્યું, “હવે તમને ખબર પડશે કે આ બધું કરવા પ્રભુએ મને મોકલ્યો છે અને આ બધું મેં મારી પોતાની મેળે કર્યું નથી.


પરંતુ જો પ્રભુના આશ્ર્વર્યમય કાર્યથી ધરતી ફાટે અને આ લોકોને તેમની માલમત્તા સાથે ગળી જાય અને તેઓ મૃત્યુલોક શેઓલમાં જીવતાંજીવ ગરક થઈ જાય તો તમારે માનવું કે તેમણે પ્રભુનો તિરસ્કાર કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan