Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું તમારે માટે આકાશમાંથી ખોરાક વરસાવીશ; લોકો રોજ બહાર જઈને તે દિવસ પૂરતો ખોરાક એકઠો કરે. આ રીતે હું તેમની ક્સોટી કરીશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “હું તમારે માટે રોટલીનો વરસાદ વરસાવીશ. આ બધા લોકોએ દરરોજ બહાર આવીને તેમાંથી તે દિવસ પૂરતી રોટલી પોતાને માટે ભેગી કરી લે; જેથી તેઓ મારા કાનૂન અનુસાર ચાલશે કે નહિ તે વિષે હું તેઓની પરીક્ષા કરું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હું આકાશમાંથી તમાંરા લોકો માંટે અનાજનો વરસાદ વરસાવીશ. અને આ બધા લોકોએ પ્રતિદિન બહાર નીકળીને તે દિવસ પૂરતું અનાજ વીણી લાવવું. જેને કારણે હું તેમની પરીક્ષા કરી શકું કે તેઓ માંરા નિયમ પ્રમાંણે વર્તશે કે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:4
17 Iomraidhean Croise  

પ્રત્યેક કુળે મંદિરના સંગીતની દરરોજની કામગીરી કેવી રીતે વારા પ્રમાણે મુકરર કરવી તે અંગે રાજાએ ઠરાવેલા નિયમો હતા.


તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું.


તેમને દોરવણી આપવા માટે તમે તમારો ઉત્તમ આત્મા આપ્યો. તમે તેમને ખાવાને માન્‍ના આપ્યું અને તેમની તરસ છિપાવવા પીવાને પાણી આપ્યું.


ઇઝરાયલીઓએ ખોરાક માંગ્યો, એટલે ઈશ્વરે લાવરીઓ મોકલી; પ્રભુએ આકાશના આહારથી તેમને તૃપ્ત કર્યા.


છતાં ઈશ્વરે વાદળોને હુકમ કર્યો, અને આકાશનાં દ્વાર ઉઘાડી નાખ્યાં.


મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તેને એક વૃક્ષનું ઠૂંઠું બતાવ્યું. મોશેએ એને લઈને પાણીમાં નાખ્યું એટલે પાણી મીઠાં બની ગયાં. પ્રભુએ ત્યાં એ લોકોને માટે વિધિઓ અને નિયમો ઘડયા અને તેમણે લોકોની ક્સોટી કરી.


ઇઝરાયલીઓ તે જોઈને પૂછવા લાગ્યા, “માન્‍ના,” અર્થાત્ “આ શું છે?” કારણ, એ શું હતું તે તેઓ જાણતા નહોતા. મોશેએ તેમને કહ્યું, “આ તો પ્રભુએ તમને ખાવા માટે આપેલો ખોરાક છે.


તમે મને છળકપટ અને જૂઠથી બચાવો; મને ન તો ગરીબી આપો કે ન તો અપાર સમૃદ્ધિ આપો, પણ મને મારો દૈનિક આહાર આપજો.


અમારો જરૂરી ખોરાક આજે અમને આપો.


અમારો જરૂરી ખોરાક અમને દરરોજ આપો,


બધાએ એક જ આત્મિક રોટલી ખાધી હતી.


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી ક્સોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહિ તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને ચાલીસ વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


Lean sinn:

Sanasan


Sanasan